ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ખોલાવ્યું ખાતું, નખત્રાણા નગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ

Local Body Elections: કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપે શુભારંભ કરી દીધો છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં સ્થાનાંતરિત થયેલી નખત્રાણા નગરપાલિકામાં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.

નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં ભાજપને એક-એક બેઠક બિનહરીફ મળી છે. વોર્ડ નંબર 4માં મનન કલ્પેશ લુહાર અને વોર્ડ નંબર 5માં મધુબેન ચંદુભાઈ સુથાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બંને બેઠકો બક્ષીપંચ (OBC) અનામતની હતી.

નામાંકનની છેલ્લી તારીખ સુધી અન્ય કોઈ પક્ષ કે સ્વતંત્ર ઉમેદવારે આ બંને વોર્ડમાં ઉમેદવારી નોંધાવી ન હતી. જેથી ભાજપના આ બંને ઉમેદવારોને વિના મુકાબલે જીત અપાવવામાં આવી છે.

નખત્રાણા નગરપાલિકા કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયતમાંથી તાજેતરમાં જ નગરપાલિકાનો દરજ્જો મેળવીને પ્રથમ વખત ચૂંટણીમેદાનમાં આવી છે. આ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 24થી વધુ બેઠકો છે. ભાજપે આ નવી નગરપાલિકામાં પણ મજબૂત તૈયારી કરી છે અને મોટાભાગના વોર્ડમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

આ બિનહરીફ જીતને ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓએ મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાની અન્ય નગરપાલિકાઓ અને પંચાયતોમાં પણ ભાજપ સક્રિય છે.

આ પણ વાંચો: ગુજરાતના આ ફેમસ સ્થળે ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

Back to top button