ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ ફેમસ સ્થળે ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

Drone Ban on Kutch ‘Road to Heaven’: છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ ફક્ત ગુજરાતીઓ જ નહીં પણ વિશ્વભરના લોકો માટે ડેસ્ટિનેશન પ્લેસ બન્યું છે. એક સમય હતો જ્યારે કચ્છ ફક્ત એક રણ પ્રદેશ તરીકે જ ઓળખાતો પણ ભારતના હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે એવો વિકાશ કર્યો કે વિશ્વએ પણ નોંધ લીધી.

જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કચ્છમાં ટુરિઝમ વધતુ ગયું. આજે કચ્છ હવે ફરવા માટેનું બેસ્ટ સ્થળ બન્યું છે અને તેમાં પણ જાણીતા ‘રોડ ટુ હેવન’વિસ્તાર તો યુવા વર્ગમાં ખાસો પ્રસિદ્ધ છે. જો કે વન વિભાગ દ્વારા આ વિસ્તારને લઈને ઓક મોટો નિર્ણય લીધો છે.

કચ્છના જાણીતા પ્રવાસન સ્થળ ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં હવે ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વિસ્તારના બંને બાજુએ કચ્છ ડેસર્ટ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી (Kutch Desert Wildlife Sanctuary) આવેલું છે, જ્યાં અનેક વન્યજીવો અને પ્રાકૃતિક પર્યાવરણ સુરક્ષિત છે. વન વિભાગના જણાવ્યા મુજબ, ડ્રોન દ્વારા કરવામાં આવતું શૂટિંગ વન્યજીવોના સ્વાભાવિક વર્તનમાં ખલેલ પહોંચાડે છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સાથે જ આ વિસ્તાર સીમા સુરક્ષા દળ (Border Security Force)ની હદ નજીક આવેલો હોવાથી સુરક્ષા દ્રષ્ટિએ પણ તેને “નો ડ્રોન ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અહીં પહેલાથી જ પ્રવાસીઓને ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. વન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ડ્રોન ઉડાડવું અથવા ડ્રોનથી શૂટિંગ કરવું Wildlife Protection Act 1972 હેઠળ ગુનો ગણાય છે અને તેના માટે કાયદેસરની સજા થઈ શકે છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

રેન્જ ફોરેસ્ટ ઓફિસર, કચ્છ વન વિભાગ (રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ રેન્જ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ નાગરિકો અને પ્રવાસીઓએ આ નિયમનું કડક પાલન કરવું જોઈએ. પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે સહકાર આપવો દરેકની જવાબદારી છે. વન વિભાગે ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિ જો આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં વન વિભાગે પ્રવાસીઓને વિનંતી કરી છે કે કચ્છના આ સુંદર પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે નિયમોનું પાલન કરીને સહયોગ આપે.

આ પણ વાંચો :

Back to top button