BJPમાં મોટો સંગઠનાત્મક ફેરફાર: 7 રાષ્ટ્રીય મોરચાના પ્રભારી જાહેર, જાણો કોને કઈ જવાબદારી મળી

BJP New Team 2026: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સંગઠનમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરતા પોતાના સાત મોરચાના પ્રભારીઓના નામ જાહેર કર્યા છે. મહિલા, યુવા, OBC, SC, ST, કિસાન અને લઘુમતી મોરચા માટે વરિષ્ઠ નેતાઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ તાજેતરમાં જ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને વિવિધ મોરચાના અધ્યક્ષોની નવી ટીમ પણ જાહેર કરી હતી.
કયા મોરચાની જવાબદારી કોને મળી?
ભાજપ દ્વારા જાહેર કરાયેલી નવી જવાબદારીઓ મુજબ મહિલા મોરચાના રાષ્ટ્રીય પ્રભારી તરીકે ડી. પુરંદેશ્વરીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે યુવા મોરચાના પ્રભારી હરીશ દ્વિવેદીને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત OBC મોરચાની જવાબદારી વૈજયંત પાંડાને, SC મોરચાની જવાબદારી સંજય ભાટિયાને અને ST મોરચાની જવાબદારી સતીશ પૂનિયાને આપવામાં આવી છે. કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રભારી તરીકે લાલ સિંહ આર્ય અને લઘુમતી મોરચાના પ્રભારી તરીકે ગજેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના 7 મોરચાના પ્રભારી
| મોરચો | રાષ્ટ્રીય પ્રભારી |
| મહિલા મોરચો | ડી. પુરંદેશ્વરી |
| યુવા મોરચો | હરીશ દ્વિવેદી |
| OBC મોરચો | વૈજયંત પાંડા |
| SC મોરચો | સંજય ભાટિયા |
| ST મોરચો | સતીશ પૂનિયા |
| કિસાન મોરચો | લાલ સિંહ આર્ય |
| લઘુમતી મોરચો | ગજેન્દ્ર પટેલ |
મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાયા
આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં વિવિધ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષોની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક તેજસ્વી સૂર્યાના સ્થાને કરવામાં આવી છે. છત્તીસગઢના સાંસદ રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે બંસીલાલ ગુર્જરને કિસાન મોરચાની કમાન સોંપવામાં આવી છે. અમરપાલ મૌર્યને OBC મોરચો, શિવેશ કુમાર રામને SC મોરચો, મન્નાલાલ રાવતને ST મોરચો અને કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મન્નાલાલ રાવત ઉદયપુરના સાંસદ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સંગઠન મજબૂત કરવા પર BJPનું ફોકસ
ભાજપના મહિલા, યુવા, ખેડૂત, OBC, SC, ST અને લઘુમતી મોરચા અલગ-અલગ સામાજિક વર્ગો સુધી પાર્ટીની પહોંચ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવા પ્રભારીઓ અને અધ્યક્ષોની ટીમ હવે સંગઠનાત્મક કાર્યક્રમો, કાર્યકર્તાઓ સાથેના સંકલન અને વિવિધ સામાજિક વર્ગો સુધી પાર્ટીની પહોંચ વધારવાની જવાબદારી સંભાળશે. 17 ઓગસ્ટે જાહેર કરાયેલી BJPની નવી રાષ્ટ્રીય ટીમમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓ સહિત અનેક પદો પર નવી નિમણૂક થઈ હતી.












