ટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં એક્ઝિટ પોલ ક્યારે-ક્યારે ખોટા સાબિત થયા?

તારીખ 14 નવેમ્બરના શુક્રવારના રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. ત્યારે મોટાભાગના એક્ઝિટ પોલમાં નીતિશ કુમારની ભવ્ય જીત બતાવવામાં આવી રહી છે. ત્યારે હવે મહત્વની વાત તો એ છે કે, આ એક્ઝિટ પોલ ઉપર કેટલો ભરોસો કરવો જોઈએ અને આ એક્ઝિટ પોલ ક્યારે ક્યારે સાચા સાબિત થયા છે.

ચાલો તમને જણાવી દઈએ કે છેલ્લી ચાર વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ કેટલા સાચા સાબીત થયા છે.

2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા હતા

2020 માં સરેરાશ 11 એક્ઝિટ પોલ્સમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ની આગેવાની હેઠળનું મહાગઠબંધન સરકાર બનાવશે અને તે પણ ખૂબ જ ઓછા માર્જિનથી. તે સમયે ઘણા એક્ઝિટ પોલ્સમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, મહાગઠબંધન 125 બેઠકો જીતશે, જે બહુમતી (122) કરતા ત્રણ બેઠકો વધુ હતી. નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ (JDU) ને 108 બેઠકો જીતવાનો અંદાજ હતો.

2020 માં 11 એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. NDA એ 17 વધુ બેઠકો જીતી અને મહાગઠબંધનને 15 ઓછી બેઠકો મળી હતી. એક્ઝિટ પોલથી વિપરીત NDA સત્તામાં આવી હતી. NDA એ ગૃહમાં બહુમતીનો આંકડો ખૂબ જ ઓછા અંતરે પાર કર્યો હતો. શાસક ગઠબંધન NDA એ 125 બેઠકો (ભાજપ 74, JDU 43) જીતી, જ્યારે મહાગઠબંધને 110 બેઠકો (RJD 75, કોંગ્રેસ 19) જીતી.

2015માં એક્ઝિટ પોલ કેટલા સચોટ હતા?

2015માં નીતિશ કુમારનું જેડીયુ મહાગઠબંધનનો ભાગ હતો અને ભાજપ એનડીએનું નેતૃત્વ કરી રહ્યું હતું. એનડીએમાં અન્ય સ્થાનિક પક્ષોનો પણ સમાવેશ થતો હતો. તે સમયે છ મુખ્ય એક્ઝિટ પોલમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે નજીકની સ્પર્ધાની આગાહી કરવામાં આવી હતી પરંતુ મહાગઠબંધન સરકાર બનાવશે. એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને 123 બેઠકો મળશે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 114 બેઠકો મળશે તેવો અનુમાન લગાવવામાં આવ્યો હતો.

ત્યારે ત્રણ અન્ય એક્ઝિટ પોલમાં મહાગઠબંધન માટે જંગી વિજયનું અનુમાન લગાવવામાં આવ્યો હતો. જેમાં NDA સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી હતી અને એકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ મહાગઠબંધન મોટા માર્જિનથી સત્તા પર આવ્યું હતું જેમાં બે તૃતીયાંશ બેઠકો જીતી હતી. આનો અર્થ એ થયો કે એક્ઝિટ પોલ્સે વિજયના આંકડા સાચા ગણાવ્યા હતા, પરંતુ મહાગઠબંધને અપેક્ષા કરતાં વધુ બેઠકો જીતી હતી.

2015 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 બેઠકો (RJD- 80, JDU- 71, કોંગ્રેસ- 27) જીતી હતી, જ્યારે NDA ફક્ત 58 બેઠકો (BJP- 53) જીતી શક્યું હતું.

2010 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સ ક્યાં ઓછા પડ્યા?

2010 ની વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સે NDA ની જીતની આગાહી કરી હતી પરંતુ નીતિશ કુમાર લહેરને ઓછો અંદાજ આપ્યો હતો. ભાજપ અને JDU NDA નો ભાગ હતો, જ્યારે LJP એ RJD સાથે જોડાણ કરીને ચૂંટણી લડી હતી. JDU એ 115 બેઠકો જીતી હતી જ્યારે BJP એ 91 બેઠકો જીતી હતી. વધુમાં RJD એ 22 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 4 બેઠકો જીતી હતી. LJP એ 3 બેઠકો જીતી હતી.

2005 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં શું થયું?

એક્ઝિટ પોલમાં NDA ની જીતની આગાહી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના પોલમાં NDA ને 120 થી 130 બેઠકો મળી હતી, જ્યારે RJD+ ને 90 થી 100 બેઠકો મળવાનો અંદાજ હતો.

પરિણામ શું આવ્યું?

JDU એ 88 બેઠકો જીતી હતી, BJP એ 55 બેઠકો જીતી હતી, જ્યારે RJD એ 54 બેઠકો જીતી હતી. LJP એ 10 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી. આ સમયગાળા દરમિયાન પણ એક્ઝિટ પોલમાં નોંધપાત્ર રીતે અસંતુલન જોવા મળ્યું હતું.

Back to top button