વર્લ્ડ

VIDEO : બાંગ્લાદેશમાં નદીમાં ખાબકી બસ, 23ના મોત અનેક લાપતા

Bangladesh Padma river bus accident :  બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં આવેલી પદ્મા નદીમાં મુસાફરો ભરેલી બસ પડી જતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 23  લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, રાજબાડીથી ઢાકા જતી બસમાં અંદાજે 40થી50 મુસાફરો સવાર હતા. બુધવારે સાંજે લગભગ ૫ વાગ્યે દૌલતદિયા ફેરિ ટર્મિનલ નજીક બસ ફેરિ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે નિયંત્રણ ગુમાવીને સીધી નદીમાં પડી ગઈ હતી. બસમાં ભારે ભીડ હોવાના કારણે અકસ્માત વધુ ગંભીર બન્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી 23 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. રાત્રિ પડતા બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અગ્નિશામક દળ, નૌકાદળ અને પોલીસની ટીમો મળીને સતત બચાવ અભિયાન ચલાવી રહી છે.

એક બચી ગયેલા મુસાફરે જણાવ્યું કે તે તરતા તરતા કિનારે પહોંચી ગયો, પરંતુ તેની પત્ની અને પુત્ર તેની આંખો સામે જ નદીમાં ડૂબી ગયા. આ ઘટના બાદ નદી કિનારે મૃતકોના પરિવારજનોની ભીડ એકત્રિત થઈ ગઈ છે અને શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન મામલે રેલવેની મોટી કાર્યવાહી

Back to top button