યુદ્ધ દરમિયાન ગાડીઓની અને ઘરની લાઈટ પર પ્રતિબંધ: જાણો શું છે આ Black Out?

નવી દિલ્હી, 6 મે 2025: પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનને જવાબ આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં એક ખાસ કવાયતની જાહેરાત કરી છે, જે હેઠળ ‘નાગરિક સંરક્ષણ તાલીમ’હાથ ધરવામાં આવશે જેથી સામાન્ય નાગરિકો પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તૈયાર રહે. આ તૈયારીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ‘બ્લેકઆઉટ’છે. Ban on lights in cars and houses during war આ એક એવી ચાલ છે જે દુશ્મનને આંધળો કરી દે છે. યુદ્ધના સમયે બ્લેકઆઉટ એક એવી વ્યૂહનીતિ છે, જેમાં કૃત્રિમ પ્રકાશને ન્યૂનતમ કરી દેવામાં આવે છે. જેથી દુશ્મનના વિમાન અથવા સબમરીનને નિશાનો શોધવામાં મુશ્કેલી થાય.
જ્યારે કોઈ દેશ પર યુદ્ધનો ભય હોય છે અથવા હવાઈ હુમલો શક્ય હોય છે, ત્યારે દુશ્મનની નજર જમીન પરની લાઇટ્સને નિશાન બનાવે છે. શહેરોની ચમકતી લાઈટો, વાહનોની હેડલાઈટ, ઘરોની લાઈટો – આ બધું દુશ્મન માટે નિશાન બિંદુ બની જાય છે. બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની વ્યૂહરચના છે જે કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરે છે. જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આ પ્રથા મુખ્યત્વે 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન પ્રચલિત હતી.
જાણો બ્લેકઆઉટના નિયમ:
જયારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે Blackout કરી દેવામાં આવે છે. જેમાં ઘરની લાઈટો સદંતર બંધ (Lights off) રાખવી અથવા ઘાટા પડદાથી ઢાંકી દેવી. માર્ગ-રસ્તાની લાઈટો સંપૂર્ણપણે બંધ કરી દેવી. વાહનોની હેડલાઈટ પણ સદંતર બંધ રાખવાની સૂચના આપવામાં આવે છે. કારખાના, ફેક્ટરી, મોટી ઈમારતો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બાંધકામના સ્થળો વગેરે જેવા મહત્વના સ્થળોએ પણ લાઈટો બંધ કરી દેવામાં આવે છે. Blackout વખતે સામાન્ય રીતે નાગરિકોને ઘર કે બંકરની અંદર રહેવાની સૂચના આપવામાં આવે છે. મીડિયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવે છે જેથી દુશ્મનને કોઈ માહિતી મળે નહીં.
યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવામાં પણ લાગુ થાય છે આ નિયમ
બ્લેકઆઉટ નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નાગરિક ARP (એર રેડ પ્રીકૉશન્સ) વોર્ડન તહેનાત કરવામાં આવ્યા હતા. આ વોર્ડન રાત્રે પેટ્રોલિંગ કરતા હતા. જો કોઈ ઈમારત કે વાહનમાંથી પ્રકાશની ઝલક જોવા મળે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી હતી. ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ અથવા કોર્ટમાં હાજર થવાનો સામનો કરવો પડતો હતો. બ્રિટનમાં એક મહિલાને બ્લેકઆઉટ નિયમો તોડવા અને ઇંધણનો બગાડ કરવા બદલ £2 નો દંડ ભરવો પડ્યો.
આ પણ વાંચો..બંગાળમાં નકલી પાસપોર્ટ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, વાંચીને ચોંકી જશો











