ટોપ ન્યૂઝનેશનલ

Atiq Ahmed : અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, UP STFની મોટી કાર્યવાહી

ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ અહેમદનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. UP STFએ ઝાંસીમાં આ મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અને ગુલામ પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીમાં UP STF ટીમ સાથેની જે અથડામણ થઈ તેનું DSP નવેન્દુ અને DSP વિમલે નેતૃત્વ કર્યું હતું. અત્યાધુનિક વિદેશી હથિયારો પણ અસદ અને ગુલામ અહમદ પાસેથી મળી આવ્યા છે.

આ પણ વાંચો : Surat : અમિત શાહના ભૂતપૂર્વ વકીલ રોબિન પોલ મોગેરા હવે રાહુલ ગાંધી કેસમાં ન્યાયાધીશ !

મળતી માહિતી મુજબ, યુપી એસટીએફએ અસદ અને ગુલામને ઝાંસીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, પરંતુ અસદ અને ગુલામે એસટીએફની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. STFએ જવાબી કાર્યવાહી કરીને બંનેને ઠાર કર્યા હતા. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.

Back to top button