ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

iPhone 18 ક્યારે થશે લોન્ચ? રિપોર્ટમાં તારીખનો થયો ખુલાસો

Apple iPhone 18 launch:  એપલની આગામી iPhone 18 સિરીઝને લઈને લોન્ચ ડેટ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે. એક અહેવાલ મુજબ, કંપની 9 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાની મોટી આઈફોન લોન્ચ ઈવેન્ટ આયોજિત કરી શકે છે. આ ઈવેન્ટમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max ની સાથે એપલનો પહેલો ફોલ્ડેબલ આઈફોન પણ જોવા મળી શકે છે. જોકે, એપલે હજુ સુધી લોન્ચ ડેટ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

રિપોર્ટ મુજબ, એપલની આ ઈવેન્ટ બુધવાર, 9 સપ્ટેમ્બરે આયોજિત થઈ શકે છે. અમેરિકામાં સવારે 10 વાગ્યે (પેસિફિક ટાઈમ) આ ઈવેન્ટ શરૂ થવાની શક્યતા છે, જે ક્યુપર્ટિનો સ્થિત એપલના સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજાઈ શકે છે. આ પહેલાં 8 સપ્ટેમ્બરની તારીખ ચર્ચામાં હતી, પરંતુ 7 સપ્ટેમ્બરે અમેરિકામાં લેબર ડે હોવાથી એપલ સામાન્ય રીતે આ રજાના તરત જ પછીના દિવસે ઈવેન્ટ રાખતું નથી.

12 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર અને 18 સપ્ટેમ્બરથી વેચાણ

જો 9 સપ્ટેમ્બરની તારીખ સાચી સાબિત થાય છે, તો iPhone 18 Pro અને iPhone 18 Pro Max ના પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

અહીં આ વખતે એક ફેરફાર જોવા મળી શકે છે. એપલ સામાન્ય રીતે લોન્ચ ઈવેન્ટ પછીના શુક્રવારથી પ્રી-ઓર્ડર શરૂ કરે છે. આ વર્ષે 11 સપ્ટેમ્બરે શુક્રવાર છે, પરંતુ રિપોર્ટ મુજબ કંપની આ તારીખ છોડીને શનિવાર, 12 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ કરી શકે છે. જ્યારે 18 સપ્ટેમ્બરથી આ ફોન્સનું વેચાણ શરૂ થવાની શક્યતા છે.

એપલ આ જ ઈવેન્ટમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ આઈફોન પણ રજૂ કરી શકે છે. જોકે, તેના વેચાણની તારીખ Pro મોડલ્સ કરતાં અલગ હોઈ શકે છે, કારણ કે ફોલ્ડેબલ ફોનનો સપ્લાય અને પ્રોડક્શન મર્યાદિત રહેવાની શક્યતા છે.

14 સપ્ટેમ્બરે આવી શકે છે iOS 27 અપડેટ

નવા આઈફોન પહેલાં એપલ iOS 27 અપડેટ પણ જાહેર કરી શકે છે. રિપોર્ટ મુજબ, iOS 27 ને 14 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ અપડેટ માત્ર iPhone 18 સિરીઝ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ iOS 26 ને સપોર્ટ કરતા તમામ આઈફોન મોડલ્સમાં પણ ઉપલબ્ધ થશે.

હાલમાં 9 સપ્ટેમ્બરની તારીખ માત્ર રિપોર્ટ પર આધારિત છે. એપલ તરફથી સત્તાવાર જાહેરાત આવ્યા બાદ જ iPhone 18 Pro Max ના લોન્ચ, પ્રી-ઓર્ડર અને સેલની તારીખોની પુષ્ટિ થશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનને મોટો ઝટકો? પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ શકે બાબર

આ પણ વાંચોઃ 11 વાગ્યાનું ડિનર બની શકે નુકસાનકારક, શરીરમાં થાય છે આ ફેરફાર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button