11 વાગ્યાનું ડિનર બની શકે નુકસાનકારક, શરીરમાં થાય છે આ ફેરફાર
Late Night Eating: જો તમને રાત્રે મોડેથી જમવાની ટેવ હોય તો તેને બદલી નાખો, નહીં તો તમારું શરીર બીમારીઓનું ઘર બનતા વાર નહીં લાગે. મોડી રાત્રે જમવાથી કે રાત્રે વારંવાર ખાવાની આદતથી માત્ર ગેસ અને ભારેપણું જેવી સમસ્યાઓ જ નથી થતી, પરંતુ તેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
ડાયાબિટીસનું જોખમ વધે છે
જો તમને પણ રોજેરોજ રાત્રે 11 વાગ્યા સુધીમાં કે ત્યારબાદ ડિનર (રાત્રિભોજન) કરવાની ટેવ હોય તો ડાયાબિટીસનું જોખમ ઘણું વધી શકે છે. જમવાના સમય અને સ્વાસ્થ્ય સાથેના તેના સંબંધને લઈને ઘણા અભ્યાસો પણ કરવામાં આવ્યા છે. આવો જ એક અભ્યાસ દર્શાવે છે કે તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
સંશોધન શું કહે છે?
2002 થી 2018 સુધી અમેરિકાના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સરવેમાં 41,744 સહભાગીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આશરે 8.7 વર્ષના આ સમયગાળા દરમિયાન 6,666 મૃત્યુ પણ નોંધાયા હતા. જેમાંથી 1,381 મોત કેન્સરથી અને 2,06 મોત મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના કારણે થયા હતા. આમાં જમવાનો સમય રાત્રે 10 થી 1 વાગ્યા વચ્ચે અને રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે જોવામાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જોકે, રાત્રે 10 થી 11 ની વચ્ચે જમવામાં એટલું વધારે જોખમ નહોતું, પરંતુ ત્યારબાદ જમનારા કે રાત્રે વારંવાર ખાવાની ટેવ ધરાવતા લોકોમાં ડાયાબિટીસથી થતા મૃત્યુનું જોખમ વધારે જોવા મળ્યું હતું. આ સાથે જ તેનાથી કેન્સરનો ખતરો પણ વધે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
રાત્રે હંમેશાં વહેલું એટલે કે લગભગ 7 થી 8 વાગ્યા સુધીમાં જમી લેવું યોગ્ય રહે છે, અથવા પ્રયાસ કરો કે 8 વાગ્યા સુધીમાં ડિનર પૂરું થઈ જાય.
ખોરાક યોગ્ય રીતે પચી શકે તે માટે જમવા અને પથારીમાં સૂવા કે પડવા વચ્ચે આશરે 2 કલાકનું અંતર હોવું જરૂરી છે.
રાત્રે હંમેશાં એવો ખોરાક લેવો જે બ્લડ સુગરને અચાનક વધારે નહીં, એટલે કે ઓછું સ્ટાર્ચ ધરાવતું ભોજન યોગ્ય રહે છે.
ડિનરમાં હંમેશાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે પચવામાં હળવી હોય અને પોષક તત્વોથી પણ ભરપૂર હોય.
જમ્યા પછી 10 મિનિટ સુધી ચાલવાની (વોક કરવાની) ટેવ ચોક્કસ પાડવી જોઈએ. ફિટ અને હેલ્ધી રહેવા માટે આ ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો:જનાની ગણેશ કોણ છે? શાહી લગ્નમાં છવાયો સિનેમા અને રાજકારણનો રંગ
આ પણ વાંચો:સેટ પર ફરહાના ભટ્ટ પર ભડકી અવિકા ગોર, પછી સોશિયલ મીડિયા પર માંગી માફી
Disclaimer : અમે એવો દાવો કરતા નથી કે આ લેખની માહિતી સંપૂર્ણપણે સાચી કે સચોટ છે. વધુ વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.












