ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજકારણમાંથી સંન્યાસ પછી શું કરશે અમિત શાહ? ગૃહમંત્રીએ જણાવ્યો નિવૃત્તિ પ્લાન

નવી દિલ્હીઃ 9 જુલાઈ, 2025: Amit Shah Retirement Plan: આપણાં દેશમાં રાજનેતાઓની નિવૃત્તિને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. જોકે, દેશમાં રાજકારણમાં નિવૃત્તિની કોઈ સમયમર્યાદા નથી. બંધારણ અનુસાર, કોઈ વ્યક્તિ ગમે તેટલી ઉંમર સુધી ચૂંટણી લડી શકે છે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની નિવૃત્તિની યોજના જણાવી છે. એટલું જ નહીં પોતાનું આખું ભવિષ્ય પણ શેર કર્યું.

અમિત શાહે જણાવ્યા પ્રાકૃતિક ખેતીના લાભ

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘મેં નક્કી કર્યું છે કે, જ્યારે પણ નિવૃત્તિ લઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતીના કામમાં લગાવીશ. નિવૃત્તિ બાદ હું મારૂ જીવન વેદ, ઉપનિષદ વાંચવા અને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરીશ. આ પ્રાકૃતિક ખેતી… એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, જે અનેક પ્રકારના લાભ આપે છે.’

અમિત શાહે કહ્યું કે, કેમિકલવાળા ખાતરથી ઉગાડવામાંઆવેલા ઘઉં ખાવાથી કેન્સર થઈ શકે છે, બીપી વધે છે, થાઇરોઇડ જેવી તકલીફ થાય છે. તેથી પ્રાકૃતિક ખાતર દ્વારા ઉગાડવામાં આવેલું ભોજન જરૂરી છે, જો લોકોને સ્વસ્થ ખોરાક મળશે તો દવાઓની જરૂર નહીં પડે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન પણ વધે છે. મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે.’

નોંધનીય છે કે, અમિત શાહ હાલ રાજકારણમાં સક્રિય છે, પરંતુ તે અત્યારે પણ પોતાની જમીન પર પ્રાકૃતિક ખેતી કરે છે.

યુવાનોને આપ્યો સંદેશ

અમિત શાહે યુવાનોને આગ્રહ કર્યો કે, તે સારા સ્વાસ્થ્ય માટે બે કલાક શારીરિક વ્યાયામ અને છ કલાકની ઊંઘનો નિયમ અપનાવે. યુવાનો પાસે દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે 40-50 વર્ષ છે.

આ પણ વાંચોઃ કરોડોની સંપત્તિનો માલિક સલમાન ખાન એક ચમચી ભાત ખાઈને જીવે છે!, જાણો કારણ

આ પણ વાંચોઃ સંસદની સ્થાયી સમિતિની મહત્ત્વની બેઠકઃ હવાઈ મુસાફર સુરક્ષિત બનાવવા માટે થઈ ચર્ચા

Back to top button