ટ્રેન્ડિંગધર્મનેશનલ

અમરનાથ યાત્રાળુઓ માટે ચિંતાજનક સમાચાર: પીગળી રહ્યા છે બાબા બર્ફાની, શિવલિંગ હવે માત્ર 1 ફૂટ રહ્યું

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2026 દરમિયાન દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતુ પવિત્ર હિમ શિવલિંગ ઝડપથી પીગળી રહ્યું છે અને તેની ઊંચાઈ હવે આશરે 1 ફૂટ જેટલી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે.

અહેવાલો મુજબ મે મહિનાના અંતમાં હિમ શિવલિંગની ઊંચાઈ લગભગ 7 ફૂટ હતી. ત્યારબાદ જૂનના અંત સુધી તે લગભગ 5 ફૂટ જેટલી રહી હતી અને હાલમાં તેમાં વધુ ઘટાડો નોંધાયો છે. જોકે શિવલિંગની ઊંચાઈ અંગે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

હિમ શિવલિંગ કેવી રીતે બને છે?

અમરનાથ ગુફામાં બનતુ હિમ શિવલિંગ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુફાની છતમાંથી ચૂનાના પથ્થર અને જિપ્સમની તિરાડોમાંથી ગ્લેશિયરનું પીગળેલું પાણી નીચે ટપકે છે. ગુફાના અત્યંત નીચા તાપમાનને કારણે આ પાણી ધીમે-ધીમે જામી જાય છે અને ઉપરની દિશામાં વધતો બરફ શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂસ્તરશાસ્ત્રમાં આવી રચનાને સ્ટેલેગ્માઇટ (Stalagmite) તરીકે ઓળખવામાં આવે છે.

અમરનાથ યાત્રાળુઓ માટે ચિંતાજનક સમાચાર: પીગળી રહ્યા છે બાબા બર્ફાની, શિવલિંગ હવે માત્ર 1 ફૂટ રહ્યું hum dekhenge news

યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ

3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધી હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. યાત્રાના પ્રથમ ત્રણ દિવસમાં જ અંદાજે 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હોવાનું જણાવાયું છે. દરરોજ નવા યાત્રાળુઓના જથ્થા કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થઈ રહ્યા છે.

સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે સમગ્ર માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. બંને માર્ગો પર નો-ફ્લાય ઝોન જાહેર કરાયા છે, સીસીટીવી કેમેરા, વોચ ટાવર, આરએફઆઈડી ટ્રેકિંગ સિસ્ટમ અને ક્યૂઆર કોડ આધારિત ઓળખપત્રની વ્યવસ્થા અમલમાં છે. પ્રશાસને યાત્રાળુઓને માન્ય નોંધણી પરમિટ મળ્યા બાદ જ યાત્રા કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ પહેલગામ આતંકી હુમલો: NIAએ હાફિઝ સઈદ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી
Back to top button