ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

બદ્રીનાથ મંદિરમાં દાનની ગેરરીતિનો આરોપ, CCTV પુરાવા બાદ કાર્યવાહી શરૂ

 irregularities in Badrinath temple: ઉત્તરાખંડના પ્રસિદ્ધ Badrinath Templeમાં ચઢાવા (દાન)ની ચોરીના મામલે મોટું પગલું ભરવામાં આવ્યું છે. Badrinath-Kedarnath Temple Committee (BKTC)એ પુરાવા મળ્યા બાદ સમિતિના અધ્યક્ષના ખાનગી સચિવ પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ તેમને ‘કારણ દર્શાવો નોટિસ’ પણ પાઠવવામાં આવી છે.

CCTV ફૂટેજમાં સામે આવી શંકાસ્પદ હરકત

મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રમોદ નૌટિયાલે દાનની થાળીની ગણતરી દરમિયાન નિયમિત પ્રક્રિયા સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઇલ સાથે અલગ રાખી હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું સમિતિએ જણાવ્યું છે. ઉપલબ્ધ પુરાવાના આધારે આરોપી પાસેથી 48 કલાકમાં લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે કે તેમણે પોતાના પાસે શું રાખ્યું હતું.

કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી

સમિતિએ જણાવ્યું કે આ હરકત દાન-ચઢાવાની સત્તાવાર ગણતરી પ્રક્રિયાના નિયમો વિરુદ્ધ છે. જો આરોપી નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં આપે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ રચી

આ સમગ્ર મામલે ઉત્તરાખંડ સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. Pushkar Singh Dhamiના નિર્દેશ પર ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ દાન-ચઢાવાના સંચાલનમાં થયેલી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરશે અને 15 દિવસની અંદર સરકારને પોતાનો અહેવાલ સોંપશે. જરૂર પડશે તો સમિતિ અધિકારીઓ, નિષ્ણાતો અથવા સંબંધિત વ્યક્તિઓની મદદ પણ લઈ શકશે.

દાન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા સૂચનો કરશે

તપાસ ઉપરાંત સમિતિ મંદિરના દાન અને ચઢાવાની વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને અસરકારક બનાવવા માટે જરૂરી સુધારા અને ભલામણો પણ રજૂ કરશે.

હિંદુ સંગઠનોના આરોપો બાદ તપાસ શરૂ

ઉલ્લેખનીય છે કે 3 જુલાઈએ કેટલાક હિંદુ સંગઠનોએ બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ BKTC દ્વારા પ્રાથમિક તપાસ માટે ચાર સભ્યોની સમિતિ રચવામાં આવી હતી. હવે રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય સમિતિ સમગ્ર મામલે વિગતવાર તપાસ આગળ વધારશે.

આ પણ વાંચો : દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ પર વિવાદ વણસ્યો: કેન્દ્ર સરકારના આદેશ બાદ OTT પ્લેટફોર્મ પરથી હટાવાઈ

Back to top button