Ahmedabad : એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ઘટના, પોલીસની કાર્યવાહી

Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયામાં ‘લવ જેહાદ’ સંબંધિત ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાતા ચકચાર મચી ગઈ છે. વાસણા અને સોલા વિસ્તારમાં બનેલી ઘટનાઓમાં પોલીસ દ્વારા પોક્સો, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાસણા વિસ્તારમાં ત્રણ યુવકો દ્વારા સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ કિશોરીને હોટલમાં લઈ જવા માટે ખોટું નામ અને ઉંમર દર્શાવતા નકલી આધારકાર્ડ તૈયાર કરાવ્યા હતા. જોકે, હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને શંકા જતા સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. બાદમાં સગીરાના પિતાની ફરિયાદના આધારે વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ઘટના એમ છે કે, ગઈકાલે રિવરફ્રન્ટ પર ત્રણ છોકરીઓ ત્રણ છોકરાઓ સાથે ઉભી હતી. આ દરમિયાન હિન્દુ સંગઠન VHPના કાર્યકર્તાઓને શંકા જતાં તેઓના નામ પૂછ્યા હતા. જેમાં છોકરાએ છોકરીનું નામ નાઝીન બેગમ હોવાનું જણાવ્યું અને આધાર કાર્ડમાં પણ એ જ નામ હતું. પરંતુ કાર્યકર્તાઓને હજુ પણ શંકા હતી, કારણ કે છોકરીએ હાથમાં દોરો બાંધ્યો હતો અને ગળામાં માતાજીનું લોકેટ પહેર્યું હતું. વધારે પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું. છોકરીઓની ઉંમર 16-17 વર્ષ હતી. જ્યારે તેમની સાથે રહેલા યુવકો 25 વર્ષથી વધુ ઉંમરના હતા.
સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સો(POCSO) હેઠળ ગુનો દાખલ કરી શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ ‘હોનિસ્ટા’ નામની એપનો ઉપયોગ કરીને બોગસ આઈડી બનાવતા હતા, જેથી હોટલોમાં સગીરાઓને સરળતાથી પ્રવેશ અપાવી શકાય. હોટલના ડેટા અને વાલીઓની માહિતીના આધારે આખું રેકેટ બહાર આવ્યું છે. આ ષડયંત્રમાં આરોપીએ હોટલ સ્ટાફને છેતરવા માટે છોકરીઓના બુરખા પહેરેલા ફોટા સાથેના નકલી આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા. વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હોટલોના ડેટાના આધારે અને છોકરીઓના વાલીઓની રજૂઆત બાદ આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ, સોલા વિસ્તારમાં પણ સગીરાને બ્લેકમેલ કરવાનો કેસ નોંધાયો છે. અહીં એક યુવકે સગીરા સાથેના સંબંધ દરમિયાન લીધેલા ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને તેને ધમકી આપતો હતો. એક 16-17 વર્ષની સગીરાનું એક યુવક સાથે અફરે હતું. જો કે, બંને પકડાઈ ગયા પછી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અગાઉ યુવકે દીકરી સાથેના શારીરિક સંબંધના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.
આરોપી યુવક ફોટા-વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરતો હતો. તેમજ આરોપીનો એક મિત્ર સગીરા જે સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી ત્યાં જ રહેતો હતો. યુવકનો એક મિત્ર સગીરાની હલચલ પર નજર રાખી વીડિયો મોકલતો હતો. હેરાનગતિથી કંટાળીને સગીરાએ પરિવાર અને સંગઠનને જાણ કરી હતી. આ મામલે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, વાડજ વિસ્તારમાં થયેલી મારામારીના કેસમાં હિન્દુ સંગઠનના કેટલાક કાર્યકર્તાઓ અને સગીરાના પિતા સામે પણ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગરમાયો છે. પોલીસે તમામ કેસોમાં ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મે ₹200 કરોડનો આંકડો પાર કર્યો; આદિત્ય ધરે ભાવુક થઈ કહ્યું…












