ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો

Text To Speech
  • વડોદરા જેલમાં 13, ભુજ 17, રાજકોટ જેલમાં 15 અને સુરત જેલમાં 27ને મોકલાયા
  • અમદાવાદની જેલમાંથી અન્ય શહેરની જેલમાં જવાની નવી મોડસ ઓપરેન્ડી શરૂ
  • એક જ મહિનામાં 119 લોકો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદ શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો છે. જેમાં એક જ મહિનામાં 119 લોકો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરો, ગુંડા તત્ત્વો અને મિલકત સંબંધી ગુના આચરતા શખ્સો સામે પગલાં લેવાયા છે. દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા 72 સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા ટેક્સ સંબંધિત ફરિયાદ નિવારવા માટે લોક દરબાર યોજાયો, જાણો કેટલી અરજીનો આવી 

એક જ મહિનામાં 119 લોકો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી

શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો છે. જેમાં શહેર પોલીસે બુટલેગરો, ગુંડા તત્વો અને મિલકત સબંધી ગુના આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં એક જ મહિનામાં 119 લોકો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વધી રહેલી દારૂની બદી રોકવા અને મિલકત સબંધી ગુનાઓ પર અંકુશ મુકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પીસીબીએ જુન,2024ના એક મહિનામાં દારૂની બદી ફેલાવતા 72 લોકોને પાસા કરી વડોદરા જેલમાં 13, ભુજ 17, રાજકોટ જેલમાં 15 અને સુરત જેલમાં 27 લોકોને મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે મિલકત સબંધી અને શરીર સબંધી ગુના આચરતા છ લોકોને વડોદરા જેલ, 18 લોકોને ભૂજ જેલ, 9 લોકોને રાજકોટ જેલ અને 13 લોકોને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આમ, કુલ 119 લોકોને રાજ્યની વિવિધ જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે.

અમદાવાદની જેલમાંથી અન્ય શહેરની જેલમાં જવાની નવી મોડસ ઓપરેન્ડી શરૂ

પાસાના હથિયારથી બચવા ગુનેગારો દ્વારા અમદાવાદની જેલમાંથી અન્ય શહેરની જેલમાં જવાની નવી મોડસ ઓપરેન્ડી શરૂ થઈ છે. જેની પાછળનું કારણ એવું છે કે, અમદાવાદની જેલમાં આરોપી હોય અને જામીન થાય તો લોકલ પોલીસ જેલની બહારથી તેની ધરપકડ કરી લેતી હતી. જો કે, અન્ય શહેરની જેલમાં હોય તો પાસાની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતા લોકલ પોલીસ અન્ય શહેરની જેલ પર પહોંચે તે પહેલા આરોપી છૂટી જતો હોય છે.

Back to top button