અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: વટવામાં કૂવાની સાઈઝનો ભૂવો પડ્યો, બાઈક સાથે યુવક અંદર પડ્યો

bike rider falls in to sinkhole: અમદાવાદમાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર ગત 5મી મેની રાત્રે એકાએક રસ્તો બેસી જતાં સર્જાયેલા વિશાળ ભુવામાં એક નિર્દોષ બાઈક સવાર યુવક ખાબક્યો હતો. તંત્રની આ લાલિયાવાડીને કારણે મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, વટવાના વ્યસ્ત માર્ગ પરથી અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ જમીન ફાટી હોય તેમ મોટો ભુવો પડ્યો અને અંકિત બાઈક સાથે અંદર ગરકાવ થઈ ગયો.

આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોએ તુરંત સાવચેતી વાપરી ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દીધા જેથી અન્ય કોઈ વાહન તેમાં ન ખાબકે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી પેલા ઊંડા ખાડામાં ફસાયેલા અંકિતને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની બાઈકને પણ બહાર કાઢવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

Back to top button