પોરબંદર યાર્ડ રિમોડેલિંગને કારણે અનેક ટ્રેનો રદ્દ: જૂઓ સંપૂર્ણ યાદી

Western Railway News: પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર યાર્ડ ખાતે હાથ ધરવામાં આવનાર રિમોડેલિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર અસર પડશે. ટ્રાફિક અને પાવર બ્લોકના કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને અગાઉથી જાણકારી મળી રહે તે માટે પ્રભાવિત ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે.
23 જૂનથી 4 જુલાઈ સુધી આ ટ્રેનો રહેશે રદ્દ
પોરબંદર યાર્ડ રિમોડેલિંગ કામગીરીને કારણે નીચેની ટ્રેનો 23 જૂન 2026થી 4 જુલાઈ 2026 સુધી સંપૂર્ણપણે રદ્દ રહેશે:
59206 પોરબંદર–કાનાલુસ પેસેન્જર
59205 કાનાલુસ–પોરબંદર પેસેન્જર
રાજકોટ–પોરબંદર વચ્ચેની 4 ટ્રેનો પણ રદ્દ
તારીખ 25 જૂન 2026થી 4 જુલાઈ 2026 દરમિયાન નીચેની ટ્રેનોનું સંચાલન બંધ રહેશે:
19571 રાજકોટ–પોરબંદર ટ્રેન
19572 પોરબંદર–રાજકોટ ટ્રેન
59563 રાજકોટ–પોરબંદર પેસેન્જર
59564 પોરબંદર–રાજકોટ પેસેન્જર
પોરબંદર–રાજકોટ ટ્રેન 1 કલાક મોડે દોડશે
રેલવે દ્વારા ટ્રેન નંબર 59562 પોરબંદર–રાજકોટને 30 જૂનથી 4 જુલાઈ 2026 સુધી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડે પોરબંદરથી રવાના કરવાની જાહેરાત કરવામાં આવી છે.
દાદર–પોરબંદર એક્સપ્રેસ રાજકોટમાં રોકાશે
ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર એક્સપ્રેસને 30 જૂનથી 4 જુલાઈ 2026 સુધી રાજકોટ રેલવે સ્ટેશન પર 1 કલાક 5 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને સમયસર માહિતી મેળવી મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુસાફરો માટે રેલવેની ખાસ અપીલ
રેલવે તંત્રએ મુસાફરોને વિનંતી કરી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસી લે. ટ્રેન સંબંધિત તાજી માહિતી માટે NTES, રેલવે પૂછપરછ સેવા તથા સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવા જણાવાયું છે. પોરબંદર યાર્ડના આધુનિકીકરણ માટે હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેન સંચાલનમાં વધુ સુવિધા અને કાર્યક્ષમતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :
Explainer: ભારત માટે વસતી કેમ બની રહી છે મોટો પડકાર? જાણો ગંભીર અસરો












