અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોની યાદમાં સિવિલ કેમ્પસમાં 261 છોડનું વાવેતર કરાશે

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બની હતી. તે ઘટનામાં 261 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે ઘટનાની સ્મૃતિમાં અને મૃતકોની યાદમાં બીજે મેડિકલ કોલેજ દ્વારા 12 જૂનના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 261 મૃતકોની યાદમાં સિવિલ ખાતે 261 રોપા રોપવામાં આવશે.
પ્લેન ક્રેશ દુર્ઘટનાની યાદમાં પ્રાર્થના સભા
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે કોલેજના ડીન ડો. મીનાક્ષી પરીખે માહિતી આપતા જણાવ્યું કે ગત 12 જૂન 2025ના રોજ સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં પ્લેનનાં ક્રૂ મેમ્બર્સ, હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને પેસેન્જર્સ મળીને કુલ 261 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અનોખી પહેલ પર્યાવરણનું રક્ષણ જ નહીં, પરંતુ માનવ જીવનના કિંમતી મૂલ્યોનો સંદેશો આપશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતકોની યાદમાં રક્તદાન કેમ્પ
12 જૂનના રોજ આ કાર્યક્રમની સાથે સાથે રક્તદાન કેમ્પ તેમજ મૃતકની યાદમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરાશે. આ પ્રાર્થના સભામાં ડોક્ટરો, અધ્યાપકો અને છાત્રો જોડાઈને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. તેમજ તમામ મૃતકની યાદગીરી બની રહે તે હેતુથી બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ વિસ્તારમાં 261 રોપાનું વાવેતર કરાશે.












