અમદાવાદ: વસ્ત્રાલ બાદ ગોમતીપુરમાં ગેંગનો આંતક; વાહનોમાં કરવામાં આવી તોડફોડ

20 જુલાઈ 2025 અમદાવાદ: શહેરમાં સામાજિક તત્વોનો આતંક ઘટવાને બદલે વધવાના દ્રશ્યો ફરીથી રોજબરોજ સામે આવવા લાગ્યા છે. આશરે બે મહિના પહેલા વસ્ત્રાલમાં અમુક અસામાજિક તત્વોએ જાહેરમાં અવર-જવર કરતા લોકોને વગર કારણે માર માર્યો હતો જેની કડકમાં કડક કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર ઉપરા ઉપરી આ ચાર દિવસોમાં અમદાવાદમાં બે મુખ્ય આવી જ ઘટનાઓ સામે આવી છે. જેમાં વસ્ત્રાલમાં ભજન કરતી મહિલાઓ ઉપર પ્રાઇવેટ સોસાયટીમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા અને મહિલાઓને માર મારવા લાગ્યા. ત્યારે એના બે દિવસ બાદ જ ગોમતીપુરમાં પણ પાર્ક કરેલા વાહનો અને કારોમાં તોડફોડ કરવામાં આવી છે. જેના વિડીયો પણ હવે વાયરલ થયા છે. લોકો પોલીસને સીધો સવાલ કરી રહ્યા છે કે ક્યારે અમને અમારા શહેરમાં શાંતિ અને સંપૂર્ણપણે સલામતીનો અનુભવ થશે.
લોખંડ ગંગે જાહેરમાં તોડફોડ કરી ભયનો માહોલ પેદા કર્યો
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારના રખિયાલમાં આવેલી પટેલ પરમાર ચાલીમાં અમુક ઈસમો ધોકા પાઇપો લઈને ઘૂસી ગયા અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી. લોકોએ એના વિડીયો બનાવ્યા, આ ગેંગનું નામ લોખંડ ગેંગ છે. તોડફોડ કરવાનું હજુ ગતુ કારણ સામે આવી રહ્યું. જેમાં જાણવા મળી રહ્યું છે કે ગોમતીપુર પોલીસ કડક કાર્યવાહી કરે છે એટલે અમે તોડફોડ કરી રહ્યા છે. જો કડક કાર્યવાહી કરવાથી આ સામાજિક તત્વોમાં ડરની જગ્યાએ નીડરતા ઊભી થતી હોય, અને આતંકમાં વધારો થતો હોય. તો પ્રશાસનને, સરકારને, નગરપાલિકાને ગંભીર વિચાર કરવો જરૂરી છે અને આ અંગે જો કાયદાઓમાં ફેરફાર કરવો પડે, નવા કાયદા બનાવવા પડે અથવા તો રદ કરવા પડે તો કરવા જરૂરી છે કારણ કે રાજ્યનો એક જ ધ્યેય હોવો જોઈએ જે લોકોને શાંતિ, સલામતી, સુખાકારી અને લોકોને ભયમુક્ત જીવન જીવવા દે તેવી વ્યવસ્થા ઊભી કરવી.












