અમદાવાદ: ઓછા ભાવે ચિકનનું વેચાણ કરતા બે પક્ષોનાં ઝઘડાએ ખૂની ખેલી 2ને પતાવ્યા; રાજસ્થાનનાં 3 ઇસમોની ધરપકડ

27 ઓગસ્ટ 2025 અમદાવાદ: 15 જુલાઈ 2025ના રાજસ્થાનના અજમેર, રામગંજ વિસ્તારમાં થયેલા બેવડા હત્યાના કેસમાં ત્રણ વોન્ટેડ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી સફળતા મેળવી છે. રાજસ્થાનના રામગંજ પોલીસ સ્ટેશનમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જે સંદર્ભે ત્રણેય આરોપીઓને પકડીને રાજસ્થાનના અજમેર, રામગંજ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ચિકનના ભાવને લઈને ખેલાયો ખૂની ખેલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ PI મેહુલ ચૌહાણ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજસ્થાનના રામગંજ વિસ્તારમાં 15 જુલાઈએ બે પક્ષોમાં ચિકન, મટનના વેચાણ રેગ્યુલર ભાવ કરતાં ઓછા ભાવે એટલે કે 130 રૂપિયાનો વેચાણ ભાવ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા બે પક્ષો વચ્ચે ગંભીર વિવાદ થયો હતો. જે બાદ ઝઘડો થતાં બે ઇસમોની હત્યા કરી દેવાઈ હતી. જોકે આ સમગ્ર મામલે એક ડજનથી વધુ આરોપીઓ હોવાથી રાજસ્થાનની રામગંજ પોલીસે મોટાભાગના આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે જેમાંથી મુખ્ય ત્રણ આરોપીઓનાં સગા અમદાવાદમાં રહેતા હોવાથી રાજસ્થાનમાં હત્યા નીપજાવી અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા જે અંગેની બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાના નેટવર્ક એક્ટિવ કરતાં તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલા ત્રણેય આરોપી
1) સલમાન અબ્દુલઅલી કુરેશી, ઉં. 29, રહે. રેલવે સ્ટેશન રોડ, ડીગી બજાર પાસે, અજમેર, રાજસ્થાન
2) અલ્લારખા અબ્દુલઅલી કુરેશી, ઉ. 25, રહે. રેલવે સ્ટેશન રોડ, ડીગી બજાર પાસે, અજમેર, રાજસ્થાન
3) ઓવેસ ઉર્ફે અવેશ અબ્દુલઅલી કુરેશી, ઉં 20, રહે. રેલવે સ્ટેશન રોડ, ડીગી બજાર પાસે, અજમેર, રાજસ્થાન












