ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : ગીતા મંદિર પાસે એક્ટિવા-રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં ધો.10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત

Ahmedabad : અમદાવાદના ગીતામંદિરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પૂરપાટ અને રોંગસાઈડ આવતી એક્ટિવા અને રિક્ષા ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં 15 વર્ષના સગીર વિદ્યાર્થીનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્વિમિંગ ક્લાસ જતી વખતે સર્જાયો અકસ્માત

 

સમગ્ર વિગત અનુસાર, જમાલપુર વિસ્તારમાં લોન્ડ્રીનો વ્યવસાય કરતા ઉમર મેડીવાલાનો 15 વર્ષનો પુત્ર જેદ (ધો, 10નો વિદ્યાર્થી) 3 ઓગસ્ટના રોજ પોતાના મિત્ર ખાલિદ હુસેન શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલી એક્ટિવા આરોગ્ય ભવનના ગેટ પાસે સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વિદ્યાર્થીનું સારવાર દરમિયાન થયું મોત

 

આ ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને સગીરો અને રિક્ષાચાલક મોઈન શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ધોરણ 10માં અભ્યાસ કરતા જેદનું કરૂણ મોત નીપજ્યું હતું.

એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે પોલીસ ફરિયાદ

 

આ ઘટનાની જાણ થતાં જ કે-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે બેદરકારીપૂર્વક અને રોંગ સાઈડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Nepal Flood: વધી રહ્યો છે મોતનો આંકડો, અત્યાર સુધી 626ના મોત, ભારતે ટીમ મોકલી

Back to top button