ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ બાદ મંત્રીઓને બંગલાઓની ફાળવણી થઈ, જાણો કોને કયો બંગલો ફાળવાયો

ગાંધીનગર, તા. 3 નવેમ્બર, 2025: ગુજરાતમાં ગત 7 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલા મોટા મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે નવા મંત્રીઓને નિવાસસ્થાનોની ફાળવણી કરવામાં આવી હતી. મંત્રીમંડળના કુલ 25 સભ્યો (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષાના મંત્રી)ને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા હતા
મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને ફાળવાયેલ બંગલા:
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: તેમને 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે, જેને રાજકીય વર્તુળોમાં ‘લકી’ ગણવામાં આવે છે.
- નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: તેમને સંકુલના અંતિમ ખૂણામાં આવેલો બંગલો નં. 43 ફાળવવામાં આવ્યો છે.
- રીવાબા જાડેજા: તેમને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેનો બંગલો નં. 12A રહેવા માટે ફાળવવામાં આવ્યો છે.
- કાંતિ અમૃતિયા: તેમને વિવાદમાં સપડાયેલા બચુ ખાબડને ફાળવેલો હતો તે જ 33 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
- આ સિવાય કનુભાઈ દેસાઈને 22 નંબર, ઋષિકેશ પટેલને 21 નંબર, કુંવરજી બાવળિયાને 18 નંબર, જીતુભાઈ વાઘાણીને 5 નંબર, નરેશ પટેલને 20 નંબર, અર્જુન મોઢવાડિયાને 12 નંબર, પ્રદ્યુમન વાજાને 3 નંબર, રમણભાઈ સોલંકીને 36 નંબર, ઈશ્વરસિંહ પટેલને 6 નંબર, પ્રફુલ પાનસેરિયાને 31 નંબર, મનિષા વકીલને 7 નંબર, પરસોત્તમ સોલંકીને 14 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો હતો.
મંત્રી નિવાસ સંકુલની માન્યતાઓ:
- માર્ગ અને મકાન વિભાગની યાદી મુજબ કુલ ૨૫ મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં આવી છે. જોકે, આ મંત્રી નિવાસસ્થાન સંકુલ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે:
- મુખ્યમંત્રી અને 1 નંબરનો બંગલો: એવી માન્યતા છે કે જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે છે, તેમને પોતાનું પદ ગુમાવવું પડે છે.
- અપશુકનિયાળ 13 નંબર: મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. કુલ 43 બંગલામાંથી 12 નંબર પછી સીધો 12-A નંબર આપવામાં આવ્યો છે, કેમ કે 13 નંબર અપશુકનિયાળ હોવાનું માનવામાં આવે છે.
બંગલા ફાળવણીમાં વિલંબ:
નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા હોવા છતાં, અનેક બંગલામાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક મંત્રીઓ હજુ રહેવા આવ્યા નથી. બીજી તરફ, મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમારે હજુ સુધી તેમના બંગલા ખાલી કર્યા ન હોવાથી ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ મહિલા વર્લ્ડ કપઃ 2000થી સાતમાંથી છઠ્ઠી વખત બની આ ઘટના, ભારત પણ લિસ્ટમાં












