ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત વિધાનસભામા બોમ્બની ધમકી: તાત્કાલિક ગૃહ ખાલી કરાવાયું, આજનું સત્ર નહીં યોજાય

ગાંધીનગર 18 માર્ચ 2026: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાળા-કોલેજ અને અલગ અલગ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે હવે આજે ફરી એક વાર ગુજરાત વિધાનસભામાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેને લઈને સુરક્ષા ચૂસ્ત કરી દીધી છે.  બોમ્બની ધમકીના પગલે વિધાનસભાને ખાલી કરાવાય છે, ધારાસભ્યોને SS2 & SS1 લઇ જવાય છે. અહીં ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે.

આ ધમકીના પગલે પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે.

વિધાનસભા ખાલી કરાવાઈ, પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમે તપાસ હાથ ધરી

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રનો 20મો દિવસ છે. સવારે સત્રની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આ મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે વિધાનસભામાં ધારાસભ્યો પહોંચ્યા હતાં. 9 વાગ્યે સત્રની શરૂઆત થવાની હતી. પરંતુ આ ધમકી મળતાં જ પોલીસે તમામને બહાર મોકલી દીધા હતાં અને ચેકિંગ શરૂ કર્યું હતું. તમામ ધારાસભ્યોને ગૃહમાંથી પોલીસે બહાર કાઢ્યા હતાં. આજે સવારે 9 વાગ્યાનું સત્ર હવે શરૂ નહીં થાય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે.

સવારે 9 વાગ્યે બેઠક પહેલા ધમકી, બેઠક મોકૂફ રાખી

આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

આપને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. ખાસ કરીને UCC વિધેયક અંગે કેબિનેટમાં વિચારવિમર્શ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણી, ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદી અંગે સમીક્ષા કરવાના હતા. રાજ્યના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: હચમચાવી નાખતી ઘટના: કેમેરા સામે યુવકે પોતાની છાતીમાં ગોળી મારી દીધી, ભાઈ વીડિયો બનાવતો રહ્યો

Back to top button