ટ્રેન્ડિંગમનોરંજન

એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે, વેડિંગ એનાઉસમેન્ટ વીડિયો કર્યો શેર

મુંબઈ, 14 ડિસેમ્બર: ‘બિગ બોસ ઓટીટી‘ વિજેતા દિવ્યા અગ્રવાલ વરુણ સૂદ સાથેના બ્રેકઅપ બાદથી ખૂબ લાઇમલાઇટમાં છે. દિવ્યા અગ્રવાલે પોતાની સગાઈ બાદ તરત જ લગ્નની એનાઉસમેન્ટ કરી દીધી છે. વરૂણ સૂદ સાથે બ્રેક-અપ કર્યા બાદ દિવ્યા અપૂર્વ જોડે રિલેશનશિપમાં આવી હતી. લગ્નની એનાઉસમેન્ટ કરતાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર વેંડિગ ઈન્વેટિશન વીડિયો શેર કર્યો છે. દિવ્યાએ પોતાના મંગેતર અપૂર્વ જોડે લગ્નની જાહેરાત કરી છે અને ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર વેડિંગ ઇન્વિટેશનનો સુંદર વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં જ દિવ્યાના ફેન્સ તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વેડિંગ ઇન્વિટેશન વીડિયો ખૂબ જ સુંદર છે

વેડિંગ ઇન્વિટેશનમાં દિવ્યા અને અપૂર્વ પાડગાંવરનું સુંદર એનિમેશન બતાવવામાં આવ્યું છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેમ, હાસ્ય અને સેલિબ્રિટીના જાદુનો સ્પર્શ! દિવ્યા અને અપૂર્વના લગ્નની ખુશીમાં તમે પણ જોડાઓ, જ્યાં સપના હકીકત બની રહ્યા છે. આ ઈન્ક્રેડિબલ કપલ, ખુશીના પલ અને અવિસ્મરણીય યાદોનું બધાને વચન આપે છે. આ ખૂબસુરત દિવસ માટે તમારી ડેટ અત્યારથી સેવ કરી લો.’ દિવ્યાએ લગ્નની જાહેરાત કરી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એક્ટ્રેસ જે વીડિયો શેર કર્યો છે તેમાં ભલે વેડિંગ ડેટ અને વેન્યૂ શેર કરવામાં ન આવ્યું હોય, પરંતુ ફેન્સે આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલી દિવ્યાએ 2022માં તેના જન્મદિવસે અપૂર્વ સાથે સગાઈ કરી હતી.

અગાઉ તે વરુણને ડેટ કરતી હતી

2022માં દિવ્યા અગ્રવાલે તેના લગ્ન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે 2023 માં લગ્નના બંધનમાં બંધાશે. તેણે ગયા વર્ષે વરુણ સૂદ સાથેના બ્રેકઅપની જાહેરાત કરી હતી અને પછી અપૂર્વ સાથે રિલેશનમાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં એકટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલ સાથે તેમના શો ‘કપલ ઓફ થિંગ્સ’ પર વાત કરતી વખતે દિવ્યાએ ખુલાસો કર્યો હતો કે તેના મંગેતર અપૂર્વ પડગાંવકર સાથે તે એક વુમનની જેમ ફિલ કરે છે જ્યારે તે ક્યારે વરૂણ સાથે ફિલ કરી શકી ન હતી. દિવ્યા અને એક્સ બૉયફ્રેન્ડ વરુણે ‘Ace of Space’ અને ‘Splitsvilla’માં દેખાયા બાદ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા પતિ નિક અને પુત્રી માલતી સાથે ક્રિસમસની ખાસ રીતે ઉજવણી કરશે

Back to top button