ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“આગે આગે દેખિયે હોતા હૈ ક્યા”, AAP સાંસદોના પાર્ટી છોડવા પર ભાજપ અધ્યક્ષનું મોટું નિવેદન

Nitin Nabin statement: આમ આદમી પાર્ટીના 10 માંથી સાત રાજ્યસભા સાંસદોએ પાર્ટી સામે બળવો કર્યો અને સામૂહિક રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરી. આ પછી AAP માટે વધુ એક મોટો ઝટકો ત્યારે આવ્યો જ્યારે પાર્ટી છોડનાર સાંસદોમાંથી ત્રણે તરત જ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી, જ્યારે ચારે લેખિત રીતે તેના સંકેતો આપ્યા. આમ આદમી પાર્ટી છોડનારા રાજ્યસભા સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ અને અશોક મિત્તલ જેવા સાંસદો છે. હવે AAPના સાંસદોના આ રીતે પાર્ટી છોડવા અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને મોટું નિવેદન આપ્યું છે.

પશ્ચિમ બંગાળના બારાનગરમાં રોડ શો દરમિયાન AAPના સાત સાંસદો દ્વારા પાર્ટી છોડવાના મામલે ભાજપ અધ્યક્ષ નીતિન નબીને કહ્યું, “અભી ઓર ભી બહુત કુછ હોના બાકી હૈ, આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.”

AAP અને ભાજપ વચ્ચે નિવેદનબાજી તેજ

AAPના રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. AAP અને ભાજપના નેતાઓ સતત શાબ્દિક હુમલાઓ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ભાજપ પર પાર્ટી તોડવાનો આરોપ લગાવી રહી છે, જ્યારે ભાજપ AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને તેમની નીતિઓની ટીકા કરી રહયું છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને AAPમાં આ નોંધપાત્ર વિભાજનને વિવિધ રાજકીય ગતિશીલતા સાથે જોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પંજાબમાં AAPની સરકાર છે.

રાષ્ટ્રપતિને મળશે ભગવંત માન, સમય માંગ્યો

આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. મુખ્યમંત્રી માન પંજાબના ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિને મળશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભાજપમાં જોડાયેલા પંજાબના રાજ્યસભા સાંસદોને રિકોલ (Recall) કરવાની માગણી અંગે પોતાનો પક્ષ પણ રજૂ કરશે.

આ પણ વાંચો: “BJP અને RSS દેશમાં નફરત ફેલાવે છે….”, બંગાળમાં બોલ્યા રાહુલ ગાંધી

Back to top button