“BJP અને RSS દેશમાં નફરત ફેલાવે છે….”, બંગાળમાં બોલ્યા રાહુલ ગાંધી

West Bengal election 2026: પશ્ચિમ બંગાળના હૂગલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપ અને RSS પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સંવિધાન, એકતા અને ભાઈચારા પર આધારિત છે, જ્યારે RSS-ભાજપની વિચારધારા નફરત, હિંસા અને અહંકાર ફેલાવવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો દેશમાં જ્યાં પણ જાય છે, ત્યાં નફરત ફેલાવે છે. એક ધર્મને બીજા ધર્મ સામે ઉભો કરે છે અને લોકોને ડરાવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કરી હતી. તે યાત્રાનો સંદેશ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવાનો હતો. તેમણે જણાવ્યું કે આ જ અમારી વિચારધારા છે અને તેના જ કારણે દેશને આઝાદી મળી, સંવિધાન બન્યું અને દેશ મજબૂત બન્યો. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને આરએસએસ સમગ્ર દેશમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ ગરીબોની જગ્યાએ અમીરોને મદદ કરે છે અને એ જ કામ મોદી સરકાર સમગ્ર દેશમાં કરી રહી છે.
देश में दो विचारधाराओं के बीच लड़ाई है।एक तरफ: कांग्रेस पार्टी,धान, एकता और भाईचारा है
दूसरी तरफ: BJP, नफरत, हिंसा और अहंकार हैRSS-BJP के लोग देश में जहां भी जाते हैं, नफरत फैलाते हैं। एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं और लोगों को डराने का काम करते है।
कांग्रेस पार्टी… pic.twitter.com/IM68C7F5XM
— Congress (@INCIndia) April 25, 202
રાહુલ ગાંધીએ કહ્યું કે…
PM મોદી દેશભક્ત હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ દેશને વેચી રહ્યા છે. પ્રધાનમંત્રી જ્યાં પણ જાય છે, ત્યાં લોકોમાં નફરત અને ડર ફેલાવે છે. એક સમય હતો જ્યારે હૂગલી ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતો હતો. અહીં શણની મિલો અને અનેક ઉદ્યોગો હતા, જે કોંગ્રેસ પાર્ટીએ સ્થાપિત કરાવ્યા હતા. કોંગ્રેસના શાસનમાં આ વિસ્તારમાં ઘણો વિકાસ થયો હતો.
તેમણે વધુમાં કહ્યું કે આજની સ્થિતિ એ છે કે મમતા બેનર્જી અને PM મોદી બંનેને રોજગાર આપવામાં કોઈ રસ નથી. હૂગલીમાં આજે રોજગારની તકો નથી. આ બંને નેતાઓને માત્ર સત્તાની જ ચિંતા છે, લોકો માટે કામ કરવાની નઈ.
આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાને ભાજપમાં જોડાવું મોંઘું પડ્યું: 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા












