ગુજરાતટોપ ન્યૂઝ

નાના બાળકોના માતા-પિતા સાવધાન, બર્થ-ડે પાર્ટીમાં જતાં ભુલકાને મળ્યું મોત

વડોદરામાં ત્રણ વર્ષનું બાળક ડૂબી જતા મોતને ભેટ્યું છે. જેમાં પાણીની નીકમાં બાળકનું ડૂબી જવાથી મોત થયુ છે. આ ઘટના એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બની છે. તેમાં માતા સાથે બાળક બર્થ-ડે પાર્ટીમાં ગયું હતું. તેથા બાળક રમતા રમાત નીકમાં પડી ગયું હતુ. અને બાળકનું મોત થયુ છે. તેથી હોટલ સંચાલક સામે ગુનો નોંધાશે.

આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ વકર્યો, 9 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામા આપ્યા

ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ હોટલની લોનમાં એક ખાનગી મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના જ કેટલાક આમંત્રિત મહેમાનો પણ આ પાર્ટીની મોજ માણી રહ્યા હતા. મ્યુઝિકલ પાર્ટીની મજામાં વ્યસ્ત આમંત્રિત મહેમાનોને જરા પણ અંદાજો નહોતો કે આ મોજ વચ્ચે એક દુઃખદ ઘટના પણ બનવાની છે. આમંત્રિત મહેમાનો માના એક પરિવારનો ત્રણ વર્ષનો દીકરો હોટલની જ આ લોન ગાર્ડનની બાજુની જગ્યા આવેલી પાણીની નીકમાં પડી જતા ફસાઈ ગયો હતો. ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. મ્યુઝીકલ પાર્ટીના શોર અને ઘોંઘાટ વચ્ચે આ ઘટના બનવાની જાણ કોઈને થઈ નહીં અને એક પરિવારે પોતાના ત્રણ વર્ષનો બાળક ગુમાવવો પડ્યો છે. સમગ્ર બાબતને લઈને હજુ મૃતક બાળકના પરિજનો દ્વારા કોઈ વિશેષ ફોજદારી બાબતને આગળ વધારવામાં આવી નથી. મોટી હોટલના માલિકો સામે આ ઘટનાને પગલે પોલીસ પણ તપાસ કરી રહી હોવાની વિગતો મળી છે.

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની પૂછપરછ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- ‘જેલના તાળા તુટશે, સિસોદિયા છુટશે’

માતા સાથે બાળક બર્થ-ડે પાર્ટીમાં ગયું હતું

ઉલ્લેખનીય છે કે શહેરના અલકાપુરી વિસ્તારમાં ગોઝારી ઘટના બની છે. એક્સપ્રેસ રેસિડન્સી હોટલની પાણીની નીકમાં ડૂબી જતા ૩ વર્ષના બાળકનું મોત થયુ છે. જેમાં માતા સાથે બાળક બર્થ ડે પાર્ટીમાં હોટલમાં ગયું હતું. ત્યારે મ્યુઝિકલ પાર્ટી ચાલી રહી હતી અને બાળક રમતા રમતા નીકમાં પડી ગયું હતુ. તેમજ જન્મ દિવસના આગલા જ દિવસે માસૂમ રેયાંશનું મોત થતા પરિવારમાં શોકમાં છે. તથા ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલક સામે ગુનો નોંધવામાં આવશે.

Back to top button