જામનગરના દરેડ જીઆઇડીસીમાં થયો ભયંકર વિસ્ફોટ, 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

જામનગર, ૧૬ જૂન, ૨૦૨૫: જામનગર GIDC માં (Jamnagar GIDC) આવેલ કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં કારખાનામાં કામ કરતા 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા હોવાના સમાચાર છે. ઇજાગ્રસ્ત ચારેય શ્રમિકને સારવાર અર્થે તાત્કાલિક જીજી હોસ્પિટલ (GG Hospital) ખસેડાયા છે. જ્યારે ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જામનગરની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
જામનગરની GIDC (Jamnagar GIDC) ભયંકર વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ વિસ્ફોટમાં એક કારખાનામાં કામ કરતા ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે જામનગર ફાયર બ્રિગેડની વિવિધ ટીમ અને પોલીસ સ્થળે પહોંચી છે અને કામગીરી હાથ ધરી છે. માહિતી અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ફાયર વિભાગ (Fire Department) દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પણ કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે, પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજી સુધી બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંપૂર્ણ તપાસ પછી જ બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણી શકાશે. પરંતુ, પ્રાથમિક અંદાજ મુજબ સ્ક્રેપ ઓગળતી વેળાએ વિસ્ફોટ થયો હોવાનું મનાઈ રહ્યું છે.












