રાજ્યના નાગરિકોની સુવિધા માટે એસ.ટી. બસોનો નવો જંગી જથ્થો પરિવહન સેવામાં જોડાયો

- આ વર્ષે 100 નવી AC બસ સહિત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ પ્રકારની 2063 બસો મુસોફરોના પરિવહન માટે સેવામાં મુકાશે
- એસ. ટી. નિગમ દરરોજ 8 હજારથી વધુ બસોના સંચાલન દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને આવાગમન સેવાઓ પૂરી પાડે છે
ગાંધીનગર, 30 જુલાઈ, 2025ઃ new batch of ST buses joined the transport service રાજ્યના નાગરિકોની સુવિધા માટે એસ.ટી. બસોનો નવો જંગી જથ્થો પરિવહન સેવામાં જોડવામાં આવ્યો છે. રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ તે હેતુથી આ નવી બસો ઉમેરવામાં આવી છે. નવી એસટી બસોના આ જથ્થાને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોની હાજરીમાં ડ્રાઈવરોને સોંપવામાં આવ્યો હતો અને બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો.
“સાંભળી લો, 22 એપ્રિલથી 16 જૂન વચ્ચે પીએમ મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી”
આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ PPP મોડલ અંતર્ગત 100 આધુનિક AC બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે. આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો રૂ. 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમની ગંતવ્યસ્થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે.
એસ.ટી. નિગમની નવી 151 બસોના પ્રસ્થાન સમયે ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો શ્રીમતિ રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ ડૉ. આશિષ દવે, વાહન વ્યવહાર અગ્ર સચિવ આર. સી. મીણા, એસ.ટી. નિગમના એમ.ડી. નાગરાજન અને વરિષ્ઠ અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












