“સાંભળી લો, 22 એપ્રિલથી 16 જૂન વચ્ચે પીએમ મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી”

નવી દિલ્હી, 30 જુલાઈ, 2025ઃ no conversation between PM Modi and President Trump લોકસભા બાદ રાજ્યસભામાં પણ આજે 30 જુલાઈને બુધવારે ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષના સવાલોનો જવાબ વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની કમર કેવી રીતે તોડી અને તેની સામે કેવી કાર્યવાહી કરી, તે વિશે વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું. આ દરમિયાન તેમણે વિપક્ષના દરેક સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યા.
પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીતના આરોપો અંગે પણ જયશંકરે ખુલીને જવાબ આપ્યો. તેમણે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને સંબોધીને કહ્યું કે, “કાન ખોલીને સાંભળો, 22 એપ્રિલથી 16 જૂન સુધી વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચે એક પણ ફોન કોલ થયો ન હતો.” તેમણે જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે અનેક મહત્વના પગલાં લીધાં. સિંધુ જળ સમજૂતી રદ કરીને પાકિસ્તાનને પાણીના એક-એક ટીપા માટે તરસાવી દેવામાં આવ્યું. પહેલગામમાં પાકિસ્તાને મર્યાદા ઓળંગી હતી, જેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની નાગરિકોના વિઝા રોકી દેવામાં આવ્યા.
આસામ અને પશ્ચિમ બંગાળમાં વસ્તી અસંતુલન ટાઈમ બોમ્બ જેવું: ગુજરાતમાં આવીને કોણે આ ચેતવણી આપી?
એસ. જયશંકરે નહેરુ સરકાર દરમિયાન થયેલી જળ સંધિ પર કટાક્ષ કરતા કહ્યું કે આ જળ સંધિ ઘણી રીતે અનોખી હતી. “વિશ્વમાં એવી કોઈ સંધિની કલ્પના નથી કરી શકાતી જ્યાં કોઈ દેશે પોતાની મુખ્ય નદીઓને બીજા દેશમાં નિયંત્રણ વિના વહેવા દીધી હોય. આ એક અસાધારણ સંધિ હતી અને જ્યારે અમે તેને સ્થગિત કરી ત્યારે આ ઘટનાનો ઇતિહાસ યાદ રાખવો મહત્વપૂર્ણ છે.”
વિદેશમંત્રીએ રાજ્યસભામાં પોતાના ભાષણ દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું કે સિંધુ જળ સંધિ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી તે આતંકવાદને સંપૂર્ણપણે સમર્થન આપવાનું બંધ નહીં કરે. “ખૂન અને પાણી એકસાથે નહીં વહે.” વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ બેનકાબ કરી દીધું. જ્યારે વિદેશ મંત્રી સદનમાં પાકિસ્તાન સામે ભારતે ઉઠાવેલા પગલાંની માહિતી આપી રહ્યા હતા, ત્યારે વિપક્ષે હોબાળો શરૂ કર્યો. આ અંગે ઉપસભાપતિએ વિપક્ષી સાંસદોને ટોકતા કહ્યું કે બેસીને બોલવું યોગ્ય નથી.
ઓપરેશન સિંદૂર અંગે બોલતા જયશંકરે કહ્યું કે તે સમયે ભારત સરકારનો ઘણા દેશો સાથે સંપર્ક હતો. તેની ઘણી વજહો હતી. તેઓ જાણવા માગતા હતા કે શું થવાનું છે. પરંતુ આપણે બધા દેશોને એક જ સંદેશ આપ્યો કે ભારત પોતાના આત્મરક્ષણના અધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. વિશ્વને જણાવવામાં આવ્યું હતું કે 7 મેના રોજ જે ટાર્ગેટ હિટ કરવામાં આવ્યા હતા, તે જાણીતા આતંકવાદી ઠેકાણા હતા.
જાપાનના આ બિઝનેસ ટાયકૂનને લાગ્યું શિવજીનું ઘેલું, છોડ્યું ઘર, પરિવાર અને અબજોની સંપત્તિ
પહેલગામ હુમલાના પેટર્નને અલગ ગણાવતા જયશંકરે કહ્યું કે લોકોના ધર્મ પૂછીને તેમના પરિવાર સમક્ષ ગોળીઓ ચલાવવામાં આવી. ભારત પાસે બે જ વિકલ્પ હતા. લાલ રેખા ઓળંગાઈ ગઈ હતી. હુમલાના ગુનેગારોને ન્યાયના દાયરામાં લાવવું જરૂરી હતું. મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતાં વિપક્ષે હોબાળો શરૂ કર્યો. આતંકવાદ પર કાર્યવાહીની ચર્ચા કરતાં જયશંકરે કહ્યું કે મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાને આપણી સરકારે પાછો લાવ્યો.
તેમણે કહ્યું કે ભારતે આતંકવાદનો દુઃખદ અનુભવ કર્યો છે. ઓપરેશન સિંદૂર દ્વારા આપણે લક્ષ્ય હાંસલ કર્યું. પહેલગામ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતો, લક્ષ્મણ રેખા ઓળંગાઈ ગઈ હતી. દોષીઓને જવાબદાર ઠેરવવું અને પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવો અત્યંત જરૂરી હતું. પાછલી સરકાર પર તીખો પ્રહાર કરતા જયશંકરે કહ્યું કે તેમને પાકિસ્તાનના પંજાબની ચિંતા હતી, જમ્મુ-કાશ્મીરના ખેડૂતોની નહીં.
વિપક્ષને તેમણે એ પણ જણાવ્યું કે ભારત-પાક તણાવ દરમિયાન વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે એક પણ ફોન કોલ થયો ન હતો. તેમણે કહ્યું, “કાન ખોલીને સાંભળો, ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે એક પણ ફોન કોલ થયો ન હતો.” વિપક્ષ પર હુમલો કરતા તેમણે કહ્યું કે જ્યારે આપણે ઇતિહાસ અને રેકોર્ડની વાત કરીએ છીએ, ત્યારે તેઓ ખલેલ પહોંચાડે છે. “હું ખલેલથી પરેશાન થતો નથી.”
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD











