US Midterm Elections result: સેનેટની ચૂંટણીમાં ટ્રમ્પની હાર, વિપક્ષી ડેમોક્રેટ્સને મળ્યો બહુમત
US Midterm Elections: અમેરિકામાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. સેનેટની કુલ 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ડેમોક્રેટિક પાર્ટીએ બહુમતીનો આંકડો હાંસલ કર્યો છે.
સેનેટમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી
સેનેટની 35 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 23 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 15 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 8 બેઠકો મળી છે. બાકીની 12 બેઠકો પર મતગણતરી ચાલુ છે.
આ પરિણામો બાદ ઉપલબ્ધ આંકડા મુજબ ડેમોક્રેટિક પાર્ટી પાસે કુલ 51 બેઠકો થઈ છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી પાસે 39 બેઠકો છે. અમેરિકી સેનેટમાં બહુમતી માટે 51 બેઠકો જરૂરી હોવાથી ડેમોક્રેટ્સે બહુમતીનો આંકડો પાર કર્યો હોવાનું જણાવાયું છે.
ગવર્નરની ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સ આગળ
ગવર્નરની કુલ 36 બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધીમાં 14 રાજ્યોનાં પરિણામો જાહેર થયાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોએ 10 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને 4 બેઠકો મળી છે.
અન્ય રાજ્યોમાં હજુ મતગણતરી ચાલુ છે. આગામી પરિણામો બાદ ગવર્નરની ચૂંટણીનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.
બાકીનાં પરિણામો પર નજર
હાલ જાહેર થયેલા આંકડા પ્રમાણે સેનેટમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી છે અને ગવર્નરની ચૂંટણીમાં પણ પાર્ટી આગળ છે. બાકીની બેઠકોની મતગણતરી પૂર્ણ થયા બાદ અમેરિકાના રાજકીય ચિત્ર અંગે વધુ સ્પષ્ટતા થશે.











