ટ્રેન્ડિંગવર્લ્ડ

મક્કા કરારમાં ઈરાનની એન્ટ્રી થશે? ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું

MIDDLE EAST CONFLICT : તાજેતરમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ‘મક્કા સંધિ’ (મક્કા કરાર) થઈ છે. આ દરમિયાન ઈરાન પણ આ સંધિમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ છે. જોકે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે તેને સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનની આગેવાની હેઠળના મક્કા કરારમાં જોડાવા માટે કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી, પરંતુ પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દરખાસ્તો ચોક્કસપણે રજૂ કરવામાં આવી છે.

આ બાબતો ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવી હતી. તેમણે કહ્યું, “અમને મક્કા સંધિમાં સામેલ થવાનું કોઈ આમંત્રણ મળ્યું નથી, પરંતુ આ દેશો સાથે પ્રાદેશિક સુરક્ષા પર વાતચીત માટેના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રણ દેશો વચ્ચે સંરક્ષણ કરાર

નોંધનીય છે કે મક્કા રક્ષા કરાર પર 7 ઓગસ્ટના રોજ મક્કામાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને સામૂહિક પ્રતિકારને મજબૂત બનાવવાનો છે.

સમિટના સંયુક્ત નિવેદન અનુસાર, ત્રણેય હસ્તાક્ષરકર્તા દેશોમાંથી કોઈપણ એક પર સશસ્ત્ર હુમલો થશે તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. જોકે, આ સંધિમાં વિગતવાર ઓપરેશનલ કે સૈન્ય પ્રતિબદ્ધતાઓનો ઉલ્લેખ નથી, પરંતુ તે વધુ સારા સંરક્ષણ સહયોગ માટે એક માળખું પૂરું પાડે છે અને ક્ષેત્ર તેમજ તેની બહાર શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને પોતાના વ્યાપક લક્ષ્ય તરીકે સ્વીકારે છે. આ કરાર પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંઘર્ષો વચ્ચે થયો છે, જ્યારે સમગ્ર ક્ષેત્ર સુરક્ષા પડકારો અને વધતી ભૂ-રાજકીય અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો :NEET PG 2026: એડમિટ કાર્ડની તારીખ બદલાઈ, હવે 25 ઓગસ્ટે જાહેર થશે હોલ ટિકિટ

હૂથી વિદ્રોહીઓના હુમલા પર મૌન

અગાઉ ઓગસ્ટમાં જ પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે બનેલા આ નવા ત્રિપક્ષીય સંરક્ષણ કરાર અંગે વાત કરતાં બઘાઈએ જણાવ્યું હતું કે આ સમજૂતી પ્રાદેશિક વિચારસરણીમાં આવેલા પાયાના બદલાવનો સંકેત છે. તે સાબિત કરે છે કે મિડલ-ઈસ્ટના દેશોને એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે “સુરક્ષા એવી કોઈ ચીજ નથી જેને નકલી સુરક્ષા દલાલો પાસેથી ખરીદી શકાય.”

જોકે, ‘જેરૂસલેમ પોસ્ટ’માં પ્રકાશિત એક વિશ્લેષણ અનુસાર, આ નવું જૂથ પોતાની પહેલી જ મોટી કસોટીમાં નિષ્ફળ જતું દેખાઈ રહ્યું છે. યમનના ઈરાન-સમર્થિત હૂથી વિદ્રોહીઓએ જ્યારે જાઝાન સ્થિત અરામકો રિફાઈનરી પર હુમલો કર્યો, ત્યારે આ નવા બનેલા ગઠબંધન તરફથી હુમલાનો કોઈ નક્કર સૈન્ય જવાબ આપવામાં આવ્યો નહોતો કે ન તો કોઈ કડક ચેતવણી જારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro! પરંતુ સ્ટાન્ડર્ડ મોડલ ખરીદનારાઓને લાગશે મોટો ઝટકો

Back to top button