રોજના દાળ-શાકમાં કોથમીર શા માટે નાંખવી જોઈએ? જાણો પાંચ મોટા ફાયદા

- જો તમે તમારા રોજિંદા ખોરાકમાં ધાણા નથી ઉમેરી રહ્યા, તો તમે ઘણું ગુમાવી રહ્યા છો. આ ફક્ત સ્વાદની જ વાત નથી, પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ તે જરૂરી છે
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે કોઈપણ વાનગીનો સ્વાદ વધારવા માંગતા હો અથવા તેને સુગંધિત બનાવવા માંગતા હો, તો તેમાં થોડા લીલા ધાણા એટલે કે કોથમીર coriander ઉમેરવામાં આવે છે. ખરેખર ભારતીય રસોડામાં તાજી કોથમીરનો ખૂબ ઉપયોગ થાય છે. ક્યારેક ચટણી કે રાયતા બનાવીને તો ક્યારેક તેને રોજિંદા દાળ કે શાકભાજીમાં ઉમેરીને. જો તમે તમારા રોજિંદા ખોરાકમાં ધાણા નથી ઉમેરી રહ્યા, તો તમે ઘણું ગુમાવી રહ્યા છો. આ ફક્ત સ્વાદની જ વાત નથી, પણ તમારા સ્વાસ્થ્યની પણ વાત છે. એકવાર તમે આ કોથમીરના ફાયદા જાણી લેશો પછી તેને ભોજનમાં અવોઈડ નહીં કરો.
પાચનતંત્ર સ્વસ્થ રાખે છે
જો તમે તમારી રોજિંદી દાળ કે શાકભાજીમાં ધાણા ઉમેરો છો, તો તમારું પેટ ચોક્કસ તમારો આભાર માનશે, કેમકે ધાણા પાચન સમસ્યાઓમાં રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે. ધાણાભાજીમાં ફાઇબર હોય છે, જે ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
ડાયાબિટીસમાં દવા સમાન
ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીર એક ઉત્તમ ઔષધિ છે. આયુર્વેદમાં તેને બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે રામબાણ માનવામાં આવે છે. તે ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના દૈનિક આહારમાં થોડા કોથમીરના પાનનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ.
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ધાણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એવા તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જોકે તેનું નિયમિત સેવન કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. ધાણા ભાજીની ચટણી અને ધાણાના બીજનું ઉકાળેલું પાણી પીવાથી પણ કોલેસ્ટ્રોલના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે.
એનિમિયાથી રાહત આપે છે
કોથમીરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. વધુમાં ધાણા એન્ટીઑકિસડન્ટ, ખનિજ અને વિટામિન A અને C થી ભરપૂર હોય છે. જો તમે એનિમિયાથી પીડાતા હો, તો તમારા દૈનિક આહારમાં કોથમીરનો સમાવેશ કરો.
આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
કોથમીર આંખના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન A અને કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા ઘરમાં બાળકો અને વૃદ્ધો હોય, તો તમારા રોજિંદા આહારમાં કોથમીરનો સમાવેશ અવશ્ય કરો.
આ પણ વાંચોઃ મારૂતિની મોટી જાહેરાત, ફક્ત 3.50 લાખમાં ઘરે લઈ જાવ S-Presso, જાણો Wagon Rની કિંમત કેટલી?












