આ તે કેવી જીદ? 20 વર્ષ સુધી પત્ની સાથે અબોલા, એક જ ઘરમાં રહી 3 બાળકો મોટા કર્યા!

અમદાવાદ, 30 ઓકટોબર: લગ્નજીવનમાં ચુપકીદી ક્યારેક સંબંધોને ખતમ કરી દે છે, પરંતુ શું થાય જ્યારે કોઈ પતિ પોતાની પત્ની સાથે પૂરા 20 વર્ષ સુધી એક શબ્દ પણ ન બોલે? આ સવાલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, જેનું કારણ છે જાપાનના નારા શહેરમાં રહેતા ઓટૌ કટાયમા (Otou Katayama) અને તેમની પત્ની યુમી (Yumi) ની અવિશ્વસનીય વાર્તા, જેઓ એક જ ઘરમાં રહ્યા, સાથે જમ્યા, ત્રણ બાળકોને ઉછેર્યા, પરંતુ બે દાયકા સુધી એકબીજા સાથે વાત ન કરી.
આ સમાચાર દુનિયાભરમાં વાયરલ થઈ ગયા. રિપોર્ટ અનુસાર, ઓટૌએ અચાનક પોતાની પત્ની યુમી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. યુમીએ ઘણી વખત તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓટૌ માત્ર માથું હલાવીને, ધીમા અવાજમાં ઘુરકીને અથવા નાના-મોટા ઇશારાઓથી જ જવાબ આપતા હતા. તેમના બાળકો મોટા થઈ ગયા, પરંતુ તેમને યાદ નથી કે તેમણે ક્યારેય પોતાના માતા-પિતાને સામાન્ય રીતે વાત કરતા સાંભળ્યા હોય.
અજીબ વાત એ હતી કે તેમની વચ્ચે ન તો કોઈ ઝઘડો હતો, ન તો નફરત. તેમ છતાં ઓટૌએ પોતાનું મૌન ન તોડ્યું. આ દરમિયાન તેમણે પોતાના ત્રીજા બાળકનો પણ એકસાથે ઉછેર કર્યો. જેમ-જેમ વર્ષો વીતતા ગયા, તેમના બાળકો મોટા થતા ગયા. પરંતુ જ્યારે પરિવારનો સૌથી નાનો દીકરો હાઈસ્કૂલમાં પહોંચ્યો, ત્યારે તેણે આ રહસ્ય ઉકેલવાનો નિર્ણય કર્યો. તેને પોતાના માતા-પિતા વચ્ચેના આ અજીબ અંતરનું કારણ જાણવાની તીવ્ર ઈચ્છા થઈ.
તેણે પરિવારને ફરીથી જોડવાની આશામાં જાપાની ટીવી ચેનલ ‘ટીવી હોક્કાઇડો’નો સંપર્ક કર્યો. ટીવી નિર્માતાઓએ આના પર કામ કર્યું અને એક સરપ્રાઈઝ મીટિંગની યોજના બનાવી. ચેનલે બંનેની મુલાકાત એ જ પાર્કમાં કરાવી જ્યાં તેઓ યુવાનીમાં ડેટ પર જતા હતા. 1 ઓક્ટોબરે આયોજિત આ મુલાકાતને કેમેરામાં કેદ કરવામાં આવી, જેને બાળકો અને ટીવી ક્રૂ થોડે દૂરથી જોઈ રહ્યા હતા.
શરૂઆતમાં ઓટૌએ હંમેશની જેમ આંખ મિલાવવાનું ટાળ્યું અને ચૂપચાપ બેઠા રહ્યા. યુમી પણ શાંત હતી. પરંતુ થોડી મિનિટો પછી ઓટૌએ પોતાનું 20 વર્ષનું મૌન તોડ્યું. તેમની આંખોમાં આંસુ હતા અને તેમણે જે કારણ જણાવ્યું તે ચોંકાવનારું હતું.
ઓટૌએ કબૂલ્યું કે તે યુમી સાથે એટલા માટે વાત નહોતા કરતા, કારણ કે તેમને ઈર્ષ્યા (Jealousy) થતી હતી. તેમને લાગતું હતું કે યુમી બધું ધ્યાન બાળકોને જ આપે છે અને તેમને એકલવાયું મહેસૂસ કરાવવામાં આવે છે. તેમણે અનુભવ્યું કે તેઓ હવે પોતાની પત્ની માટે મહત્વપૂર્ણ રહ્યા નથી. શરૂઆતમાં જે થોડી નારાજગી હતી, તે ધીમે ધીમે ઊંડી ઈર્ષ્યા અને અહંકારમાં બદલાઈ ગઈ. આવામાં ઓટૌએ પોતાની પત્ની સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું.
યુમીએ પોતાના પતિની વાત સાંભળીને તેમને માફ કરી દીધા અને કહ્યું કે તેમને હંમેશાથી વિશ્વાસ હતો કે એક દિવસ ઓટૌ જરૂર બોલશે. આ ભાવનાત્મક મુલાકાત દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












