ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

WI vs AUS: ઘરઆંગણે ખેલાડીઓએ નાક કપાવ્યું તો ક્રિકેટ બોર્ડમાં હડકંપ મચ્યો, તાત્કાલિક દિગ્ગજોને બોલાવ્યા

WI vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે સિરીઝમાં 3-0 થી મળેલી હાર બાદ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ દિગ્ગજ ખેલાડીઓ બ્રાયન લારા, ક્લાઈવ લોયડ અને વિવ રિચાર્ડ્સને તાત્કાલિક બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝના અત્યંત શરમજનક અને નિરાશાજનક પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે આ ત્રણેય દિગ્ગજ ક્રિકેટ સ્ટ્રેટેજી કમિટીમાં શિવનારાયણ ચંદ્રપોલ, ડેસમંડ હેન્સ અને ઇયાન બ્રેડશો જેવા દિગ્ગજો સાથે જોડાશે.

વેસ્ટ ઈન્ડિઝે ત્રણ ટેસ્ટ સિરીઝની દરેક ટેસ્ટ ત્રણ દિવસમાં ગુમાવી દીધી. કિંગ્સ્ટનમાં રમાયેલી છેલ્લી ટેસ્ટની ચોથી ઇનિંગમાં, વેસ્ટ ઈન્ડિઝ 14.3 ઓવરમાં ફક્ત 27 રનમાં સમેટાઈ ગયું હતું, જે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સૌથી ઓછો સ્કોર છે અને ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર છે. સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. 1955 માં, ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે 26 રનમાં સમેટાઈ ગઈ હતી. શરમજનક હાર બાદ, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રમુખ ડૉ. કિશોર શાલોએ સ્વીકાર્યું કે તાજેતરની હાર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ સમુદાયમાં ‘ઊંઘ હરામ’ કરશે. તેમણે ધીરજ રાખવાની વિનંતી કરી અને ખેલાડીઓની આગામી પેઢીના ખેલાડીઓમાં રોકાણ શરૂ કરવા પર ભાર મૂક્યો.

7 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા નહીં

જમૈકાના સબીના પાર્ક ખાતે ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝ ટીમની શરમજનક હારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બીજી ઇનિંગમાં વિન્ડીઝ ટીમના 7 ખેલાડીઓ ખાતું પણ ખોલી શક્યા નહીં. તે જ સમયે, ફક્ત એક જ ખેલાડી જસ્ટિન ગ્રીવ્સ બે આંકડાનો સ્કોર પાર કરી શક્યો. મિશેલ સ્ટાર્કે આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 6 વિકેટ લીધી. હવે 21 જુલાઈથી બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાશે, જેની પહેલી મેચ જમૈકાના મેદાન પર રમાશે.

આ પણ વાંચો: IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈંડિયાને કેમ હાર મળી? રવિ શાસ્ત્રીએ 2 ટર્નિંગ પોઈન્ટ જણાવ્યા

Back to top button