ટ્રેન્ડિંગમનોરંજન

વેલકમ ટુ મુશ્કેલીઃ કલાકારોને પૈસા નહીં મળતાં જાણો કઈ ફિલ્મ અટકી?

મુંબઈ, ૧૮ જૂન, ૨૦૨૫: અહેમદ ખાનના નિર્દેશનમાં બનતી આ કોમેડી-એક્શન ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, દિશા પટની સહિત લગભગ 20થી વધુ જાણીતા કલાકારો છે. જોકે, ફિલ્મના શૂટિંગમાં સતત વિલંબ થતો જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમાર હાલમાં પોતાની હિટ ફિલ્મ ‘હાઉસફુલ 5’ના સફળ રનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મે 10 દિવસમાં ₹153.75 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. પરંતુ બીજી બાજુ, અક્ષયની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ સંકટમાં છે. આ ફિલ્મ 2024ના ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ ડેડલાઈન મળવી મુશ્કેલ છે. અહેવાલો મુજબ, ફિલ્મના 2-3 શૂટિંગ શેડ્યૂલ પહેલાથી જ રદ થઇ ચૂક્યા છે. જૂનમાં યોજાવાનું શેડ્યૂલ પણ લાસ્ટ મોમેન્ટે કેન્સલ કરવામાં આવ્યું.

‘વેલકમ ટુ ધ જંગલ’ના કોઈપણ કલાકારને આજદિન સુધી તેમના 10% જેટલી ફી પણ મળી નથી. સ્ટાફના પગાર પણ અટકાવાઈ ગયા છે. આ નાણાકીય સંકટના કારણે શૂટિંગ પણ અસરગ્રસ્ત થયું છે.

ફિલ્મના 80% ફંડ અક્ષય કુમારે આપ્યા છે, જ્યારે બાકીના 20% ફિરોઝ નડિયાદવાલાએ રોકાણ કર્યા છે. તેમ છતાં, લોજિસ્ટિક્સ અને પેમેન્ટ ઈશ્યુઝના કારણે ફિલ્મનો મોટો ભાગ હજુ સુધી શૂટ થયો નથી.’વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મનો ભવિષ્ય હાલ અસ્પષ્ટ છે. જો નાણાકીય સમસ્યાઓ સમયસર ઉકેલાઈ નહીં, તો ફિલ્મના રિલીઝ પર પણ મોટી અસર પડી શકે છે.

Back to top button