ટ્રેન્ડિંગ

665 દિવસ માટે PNBમાં FD કરશો તો પૈસા કેટલા વધશે? 

PNB : દેશની અગ્રણી સરકારી બેંકોમાં સામેલ પંજાબ નેશનલ બેંક (PNB) પોતાના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર સારું વ્યાજ ઓફર કરી રહી છે. બેંકની વિવિધ FD પર 3.00 ટકાથી લઈને 7.40 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. અહીં જાણીએ કે PNBમાં 665 દિવસની અવધિની FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે અને વરિષ્ઠ નાગરિકોને આ FD સ્કીમમાં કેટલું વળતર મળી શકે છે.

PNBમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD કરાવી શકાય

પંજાબ નેશનલ બેંક (PNB)માં ઓછામાં ઓછા 7 દિવસની અવધિ માટે FD ખોલાવી શકાય છે. જ્યારે વધુમાં વધુ 10 વર્ષની અવધિ માટે પણ FD કરાવી શકાય છે. PNB હાલમાં 665 દિવસની FD સ્કીમ પર 6.30 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

PNBની 665 દિવસની FD પર કેટલું વ્યાજ મળશે?

PNB 59 વર્ષ સુધીના સામાન્ય ગ્રાહકોને 665 દિવસની FD પર 6.30 ટકા વ્યાજ આપી રહી છે.

તે જ સમયે, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 665 દિવસની FD પર 6.80 ટકા વ્યાજ મળી રહ્યું છે.

આ ઉપરાંત, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટિઝન્સને 665 દિવસની FD પર 7.10 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે PNBની આ વ્યાજદરો 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની ડિપોઝિટ પર લાગુ પડે છે.

આ પણ વાંચો:અમેરિકાની ઘટતી પકડ અને ચીનનો વધતો દબદબો, જયશંકરે કહ્યું ઘણું બધું

FD પર વરિષ્ઠ નાગરિકોને શું ફાયદો મળે છે?

પંજાબ નેશનલ બેંક FD પર સામાન્ય ગ્રાહકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ આપે છે.

આ ઉપરાંત, સુપર સિનિયર સિટિઝન્સને વરિષ્ઠ નાગરિકોની સરખામણીએ 0.30 ટકા વધુ વ્યાજ મળે છે.

જણાવી દઈએ કે PNBએ છેલ્લે 1 જૂન, 2026ના રોજ પોતાની FD સ્કીમના વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

આ પણ વાંચો:પેટ્રોલિયમ જેલીનો ફેસ પર ઉપયોગ કરતા પહેલાં જાણો આ જરૂરી વાતો

Back to top button