રસ્તાની બાજુમાં પુતિનના કાફલાનું રેકોર્ડિંગ કરતો હતો યુવક, અચાનક પ્રમુખે રોકી ગાડી અને…

Russian President Vladimir Putin: આ ઘટના રશિયાની છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાઇબિરીયાના નોવોસિબિર્સ્ક શહેરના પ્રવાસે હતા. અહીં રસ્તાના કિનારે ઊભેલા નાગરિકોનું એક જૂથ ચૂપચાપ તેમના કાફલાનો વિડીયો બનાવી રહ્યું હતું. આ સિલસિલો થોડી મિનિટો સુધી ચાલ્યો. પછી અચાનક જ ત્યાં એક ‘ચમત્કાર’ જેવું દ્રશ્ય સર્જાયું. એકસાથે ડઝનબંધ વીવીઆઈપી કારોના ટાયરોનો અવાજ આવ્યો અને રસ્તાના કિનારે એક પછી એક ડઝનબંધ ગાડીઓ રોકાઈ ગઈ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ત્યારબાદ એક કારમાંથી શર્ટ અને ટાઈ પહેરેલા વ્લાદિમીર પુતિન બહાર નીકળ્યા અને સીધા જ એ શખ્સ પાસે પહોંચી ગયા જે તેમનો વિડીયો બનાવી રહ્યો હતો. તમે કલ્પના કરી શકો છો કે રસ્તાના કિનારે રાષ્ટ્રપતિના કાફલાનો વિડીયો બનાવી રહેલા તે વ્યક્તિની સ્થિતિ કેવી થઈ હશે! પુતિનનો આ થોડા અઠવાડિયા જૂનો વિડીયો ‘રશિયા ટુડે’ (RT) એ પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને લોકો ખૂબ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે.
અચાનક વચ્ચે રસ્તે રોક્યો કાફલો
પુતિન 11 ઓગસ્ટે સાઇબિરીયાના નોવોસિબિર્સ્ક શહેરના પ્રવાસે હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સ્થાનિક નાગરિક ધૈર્યપૂર્વક રાષ્ટ્રપતિના કાફલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. રસ્તા પર કાળા રંગની લક્ઝરી કારો અને સુરક્ષા વાહનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. અચાનક કાફલો રસ્તાની વચ્ચે જ રોકાઈ ગયો. સુરક્ષા કર્મચારીઓ કારમાંથી બહાર આવ્યા અને તેની તરત જ બાદ પોતે પુતિન કારમાંથી બહાર નીકળીને લોકો પાસે પહોંચી ગયા.
આ પણ વાંચોઃ નીમ કરોલી બાબા દરેક ઋતુમાં કેમ ઓઢતા હતા ધાબળો? જાણો અદ્ભુત માન્યતાઓ
વિડીયોમાં લખેલા રશિયન ભાષાના લખાણ મુજબ, “તેઓ બસ રસ્તાની વચ્ચે રોકાઈ ગયા અને લોકો સાથે વાત કરવા ચાલ્યા ગયા. કોઈને પણ આની આશા નહોતી. પુતિનના આ વલણથી સ્થાનિક રહીશો સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયા.”
લોકો સાથે મુક્ત મને મુલાકાત કરી
આ વિડીયોમાં પુતિન સ્મિત સાથે લોકો સાથે વાતચીત કરતા, હાથ હલાવતા અને આમ નાગરિકો સાથે સહજ અંદાજમાં ભળી જતા દેખાય છે. આસપાસ ઊભેલા લોકો ફોન નિકાળીને આ અનોખી ક્ષણને કેપ્ચર કરવામાં લાગી ગયા હતા. ઘણા લોકોના ચહેરા પર આશ્ચર્ય અને ખુશી સાફ જોઈ શકાતી હતી.
FLASHBACK: When 🇷🇺 Putin Appeared Out Of Nowhere In Front Of A Resident
Patiently filming the President’s convoy during an 11 Aug visit to Novosibirsk, one bystander was shocked to find Putin in front of him – seemingly out of nowhere.
The President will today (31 August)… pic.twitter.com/jQyiyOjOGD
— RT_India (@RT_India_news) August 31, 2026
આ ઘટના પુતિનની સામાન્ય લોકો સાથે સીધા જોડાવાની શૈલી દર્શાવે છે. અતિ સખત સુરક્ષા ઘેરામાં રહેતા પુતિન ઘણી વખત પોતાના પ્રવાસ દરમિયાન અચાનક કાફલો રોકીને જનતાને મળવાનો નિર્ણય લે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ RT ઈન્ડિયા ન્યૂઝે આ વિડીયોને ‘ફ્લેશબેક’ તરીકે શેર કરતા લખ્યું કે તે દિવસે કાફલાનું રેકોર્ડિંગ કરી રહેલા એક વ્યક્તિની સામે અચાનક જ પુતિન આવીને ઊભા રહી ગયા.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન સોમવાર, 31 ઓગસ્ટે કિરગિઝસ્તાનના પ્રવાસે છે. આ યાત્રા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલા થઈ રહી છે. SCO માં રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન સહિત અન્ય દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ કેલિફોર્નિયામાં બે કેરળની મહિલાઓની હત્યાથી ચકચાર












