‘પક્ષકાર વિના આરોપ ન લગાવી શકાય…’ વનતારાના તમામ હાથીની વાપસી પર સુનાવણી મુલતવી
નવી દિલ્હીઃ 14 ઓગસ્ટ, 2025: Vantara Wildlife Case: સુપ્રીમ કોર્ટે ગુજરાતના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવેલા કેદ હાથીઓની વાપસીને લઈને દાખલ અરજીને ખૂબ જ અસ્પષ્ટ જણાવી હતી. કોર્ટે કહ્યું કે, પક્ષકાર બનાવ્યા વિના કોઈ સંસ્થા પર આરોપ ન લગાવવો જોઈએ. આ કેસની આગળની સુનાવણી 25 ઓગસ્ટે થશે.
ગુરૂવારે જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પી.બી વરલેની ખંડપીછે અરજદાર સી.આર જયા સુકીનને કહ્યું કે, તે વનતારાની આ અરજીમાં પક્ષકાર બનાવે. તમે એવા પક્ષ પર આરોપ લગાવી રહ્યા છો, જે અહીં હાજર જ નથી અને તમે જેને પ્રતિવાદી પણ નથી બનાવ્યા. પહેલાં યોગ્ય કાનૂની પ્રક્રિયા અપનાવો બાદમાં આ મામલે વિચાર કરવામાં આવશે.
અરજીમાં શું કરી માંગ ?
અરજીમાં માંગ કરવામાં આવી કે, એક મોનિટિંગ કમિટી બનાવવામાં આવે, જે વનતારામાં રાખવામાં આવેલા કેદ હાથીઓને તેમના અસલ માલિકોને પરત મોકલાવે અને ત્યાં હાજર તમામ જંગલી જાનવરો તેમજ પક્ષીઓમાં અમુક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લુપ્ત થતી પ્રજાતિ છે, જેને ગુજરાતના વનતારામાં લઈ જવા માટે ગેરકાયદે પ્રક્રિયાઓ અપનાવવામાં આવી છે.
આરોપ અને વિવાદ
આ અરજીમાં કહેવામાં આવ્યું કે, રાજ્યના તંત્રએ કાયદા અને નિયમોનું પાલન નથી કર્યું. અમુક અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે અને અમુકને કથિત રૂપે સમજૂતી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. અરજદારનો આરોપ છે કે, હાથીને મંદિર અને તેમના માલિકોને જબરદસ્તી લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ વનતારામાં લાવવામાં આવતા અનેક વિદેશી જાનવરો અને પક્ષીઓની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના નામે તસ્કરી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી
આ કેસ પહેલાં ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે આ અરજીને આ જ પ્રકારની એક અન્ય અરજી સાથે જોડી દેવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ રૂપે કહ્યું કે, જ્યાં સુધી વનતારાને આ કેસમાં પક્ષકાર બનાવવામાં ન આવે, ત્યાં સુધી કેસની સુનાવણી ન થઈ શકે.
આગળની સુનાવણી અને મહત્ત્વ
હવે આ કેસની આગળની સુનાવણી 25 ઓગસ્ટે કરવામાં આવશે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે, તેમાં જંગલી જાનવરો અને લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ, ગેરકાયદે કેદ અને વન્યજીવ કાયદાના પાલન જેવા સંવેદનશીલ મુદ્દા જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટના વલણથી સ્પષ્ટ છે કે, કોઈ નક્કર પુરાવા અને યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના આ કેસ પર આગળ સુનાવણી કરવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યોના કૃષિ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી
આ પણ વાંચોઃ વડોદરા: શહેર વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં મગરની સંખ્યા જાણી ચોંકી જશો












