ખાવામાં પણ ફર્સ્ટ, રન બનાવવામાં પણ ફર્સ્ટ… વૈભવ સૂર્યવંશીના બાળપણના વાયરલ વીડિયોએ ખોલ્યું મોટું રહસ્ય!

Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારા અને આઈપીએલ (IPL 2026) ના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો (Vaibhav Suryavanshi) એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાનકડો વૈભવ હાથમાં પ્લેટ લઈને ખાવાના બુફે/કાઉન્ટર તરફ ખૂબ જ ઝડપથી દોડતો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને તેની રનની ભૂખ સાથે જોડીને જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ક્યૂટ ક્લિપ ધૂમ મચાવી રહી છે.
વાયરલ ક્લિપમાં શું છે ખાસ?
આ જૂના વીડિયોમાં એક સાધારણ આંગણામાં ખાવાની ટેબલ ગોઠવેલી છે, જ્યાં એક પાતળો-દુબળો છોકરો ઝડપી કદમોથી આગળ વધે છે. તેની નજર સીધી ખાવા પર છે. પાછળથી લોકો હસતા-હસતા મજાક ઉડાવે છે અને અવાજ આવે છે કે- ‘આ તો ખાવામાં પણ સૌથી આગળ છે, રન મારવામાં પણ સૌથી આગળ રહેશે!’ આ બાળક બીજું કોઈ નહીં પણ વૈભવ સૂર્યવંશી છે.
બિહારથી નીકળીને નાની ઉંમરે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને પછી ભારતીય ટીમ સુધી પહોંચનારો વૈભવ આજે નવી જનરેશનનો સૌથી ચર્ચિત ચહેરો બની ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, “બાળપણની આ ખાવાની ભૂખ જ આજે મેદાન પર રનની ભૂખ બની ગઈ છે. તેને નાનપણથી જ સૌથી આગળ રહેવાની આદત છે.”
ખાવાનો શોખ અને સાદગી
મેદાન પર જેટલો આક્રમક છે, વાસ્તવિક જીવનમાં વૈભવ એટલો જ સરળ અને શાંત છે. વૈભવે પોતે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેને ઘરનું સાદું ખાવાનું ખૂબ પસંદ છે અને આજે પણ માતાના હાથની રસોઈ તેની પહેલી પસંદ છે. આ સિવાય ચીટ મીલ તરીકે તેને આઈસ્ક્રીમ ખાવો ખૂબ ગમે છે.
હવે અફઘાનિસ્તાન સામેની મેચ પર નજર
હાલમાં વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં યોજાઈ રહેલી ટ્રાય-સિરીઝમાં રમી રહ્યો છે. ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની આ સિરીઝમાં આગામી 11 જૂને દામ્બુલામાં અફઘાનિસ્તાન-એ સામે મુકાબલો થવાનો છે, જેના પર વૈભવની નજર છે.
આ પહેલા 9 જૂને શ્રીલંકા-એ સામે રમાયેલી મેચમાં વૈભવ મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. તેણે પોતાની વિસ્ફોટક શૈલીમાં શરૂઆત કરી ૩ ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ફેન્સને આશા છે કે ૧૧ જૂનની મેચમાં તે મોટી સદી ફટકારીને કમબેક કરશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર PoK માં ક્રેશ, ટેક-ઓફ વખતે સર્જાઈ દુર્ઘટના; તમામ સૈનિકોના મોત
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં નકલી ડૉક્ટરનું નેટવર્ક વિસ્તર્યું : SOGએ હાઈ-પ્રોફાઈલ કેસમાં 3 ડૉક્ટરોની કરી ધરપકડ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












