ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરા: ચાલુ ગરબાએ સાપ નીકળતાં ખેલૈયામાં મચી નાસભાગ

વડોદરા, તા. 24 સપ્ટેમ્બર, 2025: ગુજરાતમાં ધીમે ધીમે નવરાત્રીનો રંગ જામતો જાય છે. ગઈકાલે બીજા નોરતા દરમિયાન વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. વડોદરાના સેવાસી વિસ્તારમાં શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડમાં આયોજિત એક ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબા રમતા હતા ત્યારે ગરબા ગ્રાઉન્ડમાંથી અચાનક સાપ નીકળ્યો હતો. જે બાદ ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવેલા લોકોની દોડધામ મચી હતી.

ગરબા ગ્રાઉન્ડમાં અચાનક સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો ચીસો પાડીને દોડવા લાગ્યા હતા, જે જોઈને ગરબા જોવા આવેલા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. થોડા સમયમાં સાપનું સફળ રેસ્ક્યુ કરીને આખો મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાએ ગ્રાઉન્ડને ભયનું મેદાન બનાવી દીધું હતું, પરંતુ સાપના રેસ્ક્યુ પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવરાત્રીના આ પાવન તહેવારમાં લોકો મોંઘી મોંઘા પાસ અને ટિકિટો લઈને આવા મોટા પાર્ટ પ્લોટમાં ગરબાની મજા માણવા જતા હોય છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં હજારોની ભીડ વચ્ચે આવી રીતે ઝેરી સાપ નીકળવાની બાબત ગંભીર છે. જો આ ઝેરી સાપ કોઈને કરડ્યો હોત, તો કોઈનો જીવ પણ જઈ શક્યો હોત.

Back to top button