ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ગરબાના ગ્રાઉન્ડમાં કપલની અશ્લીલ હરકત, લાજ શરમ નેવે મૂકી જાહેરમાં ગંદા ચેનચાળા કરતા જોવા મળ્યા

સુરત, 02 ઓક્ટોબર 2025: ગુજરાતમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તહેવારમાં લોકોએ આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના પ્રાર્થના કરી ખૂબ ગરબે ધૂમ્યા. જો કે આ દરમ્યાન અમુક એવી ઘટનાઓ પણ સામે આવી છે, જેણે સંસ્કૃતિને લાંછન લગાડવાનું કામ કર્યું છે. પાર્ટી પ્લોટના ગરબામાં આધુનિકતાની આડમાં ગંદા ખેલ ખેલતા ખૈલેયાએ હલકી માનસિકતા સામે આવી રહી છે.

ત્યારે હવે ગત રોજ સુરતમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સુરતમાં ડુમસ રોડ પર એક નવરાત્રિમાં એક કપલે સોફા પર બેસીને અશ્લીલ ચેનચાળા કરતા હોવાનું દેખાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ વડોદરામાં પાર્ટી પ્લોટમાં કિસ કરવાની ઘટના બાદ હવે સુરતમાં પણ આવી ઘટના સામે આવી છે. સુરતમાં ડુમસ રોડ પર પાર્ટી પ્લોટમાં એક કપલ સોફા પર બેસીને બિભત્સ ચેનચાળા કરતા દેખાયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે ગુસ્સો છે.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકોની હાજરીમાં આ કપલ ભાન ભૂલ્યા હતા. નવરાત્રિમાં ગરબા રમવા માટે આવતા ખેલૈયા માટે મુકેલા સોફા પર એક કપલ બેઠેલું દેખાય છે. યુવકના ખોળામાં યુવતી બેઠી છે અને બંને વાતચીત કરી રહ્યા છે. આ દરમ્યાન યુવક પોતાનો હાથ ગંદી રીતે યુવતીના શરીર પર ફેરવી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો એક તરફ ગરબા રમી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ કપલે શરમ મર્યાદા ભૂલી ગંદા ચેનચાળા કરી રહ્યા છે.

આ પણ વાંચો: મા-બાપ બન્યા હેવાન: 3 દિવસના બાળકને જંગલમાં પથ્થર નીચે દાંટીને આવતા રહ્યા, જાણો કેમ આવું કર્યું?

Back to top button