ઉત્તરાયણ અંગેનું જાહેરનામું જાહેર!
ઉત્તરાયણને લઈ જાહેનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજયમાં ગુજરાતને લઈ લોકોમાં ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. લોકો 10 દિવસ પહેલાથી જ માર્કેટમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ લોકોની ધાબા પર ભીડ જામી જતી હોય છે અને લપેટ લપેટની બૂમો પણ શરુ થઈ જાય છે. ત્યારે આ વખતે પણ ઉત્તરાયણને લઈ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી જાહેર માર્ગો પર કોઈપણ વ્યક્તિને ઈજાઓ અથવા ભય પહોંચે તેવી રીતે પતંગ ચગાવી શકાશે નહીં. આ સાથે જાહેર માર્ગ પર દોડી દોડીને પણ પતંગ પકડવામાં આવશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાંનો ભંગ કરતા પકડાશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવા માટે લોકો ધાબાઓ ભાડા ઉપર લેતા હોય છે. ત્યારે તે ધાબાના ભાવમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી પોતાના પરિવાર સામે ધાબાઓ ભાડે રાખી બે દિવસ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે.












