ટ્રેન્ડિંગવર્લ્ડ

‘તાત્કાલિક દેવું ચૂકવો’: પાકિસ્તાન સાઉદી અરેબિયાની નજીક આવતાં, યુએઈએ અબજો ડોલરની ચુકવણીની માંગ કરી

UAE Pakistan Loan: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધને કારણે ખાડી દેશોની સ્થિતિ કફોડી બની છે, જેને પગલે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનને આપેલી અબજો ડોલરની લોન તાત્કાલિક પરત માંગી છે.

​શા માટે UAE એ લીધો આ નિર્ણય?

​તેલ-ગેસ સપ્લાયમાં અવરોધ: યુદ્ધના કારણે સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોનો તેલ અને ગેસ સપ્લાય ખોરવાયો છે.

ઈરાનના હુમલા: ઈરાન દ્વારા આ દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સુરક્ષા પાછળનો ખર્ચ વધ્યો છે.

તરલતાની જરૂરિયાત: પોતાની આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા માટે UAE એ પાકિસ્તાન પાસે તેની વસૂલાત શરૂ કરી છે.

​પાકિસ્તાન પર શું અસર થશે?

​પાકિસ્તાને ચૂકવણીના સંતુલન (Balance of Payments) માટે આ લોન લીધી હતી, જેના પર અંદાજે ૬ ટકા વ્યાજ લાગતું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન આ મહિનાના અંત સુધીમાં 2 અબજ ડોલર UAE ને પરત કરશે. આટલી મોટી રકમ અચાનક ચૂકવવાથી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર પર મોટું દબાણ આવશે.

આ પણ વાંચોઃ ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ

આ પણ વાંચોઃ Bhim Vakani News: દિશા વાકાણીના પિતાનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button