ઈરાન યુદ્ધમાં અમેરિકાનો THAAD મિસાઈલ ભંડાર અડધો થયો! ઇઝરાયલની સુરક્ષા માટે 200થી વધુ ઇન્ટરસેપ્ટર દાગ્યા

America’s THAAD missile: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં થયેલા સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા માટે પોતાના અદ્યતન THAAD (Terminal High Altitude Area Defense) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. એક અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા 200થી વધુ THAAD ઇન્ટરસેપ્ટર દાગવામાં આવ્યા હતા, જેના કારણે તેના કુલ ભંડારનો લગભગ અડધો હિસ્સો વપરાઈ ગયો હોવાનું કહેવાય છે.
અહેવાલ અનુસાર, ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલોને અટકાવવા માટે અમેરિકાએ ઇઝરાયલને સીધી મદદ કરી હતી. આ દરમિયાન પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત અમેરિકન નૌકાદળના જહાજોમાંથી 100થી વધુ સ્ટાન્ડર્ડ મિસાઈલ-3 અને સ્ટાન્ડર્ડ મિસાઈલ-6 ઇન્ટરસેપ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજી તરફ, Israel દ્વારા 100થી ઓછા Arrow ઇન્ટરસેપ્ટર અને લગભગ 90 David’s Sling ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આમાંથી કેટલાક ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ Lebanon અને Yemen માં ઈરાન સમર્થિત જૂથો દ્વારા છોડવામાં આવેલા પ્રોજેક્ટાઇલ્સને અટકાવવા માટે પણ થયો હતો.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાની મિસાઈલોને નિષ્ફળ બનાવવા માટે અમેરિકાએ ઇઝરાયલની સરખામણીએ લગભગ બમણા ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો હતો. હવે અમેરિકાના બાકીના THAAD ભંડારને લઈને પણ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.
અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરે, તો અમેરિકાને વધુ સંખ્યામાં ઇન્ટરસેપ્ટર દાગવાની જરૂર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં લાગુ કરાયેલા યુદ્ધવિરામ પછી હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે.
વિશ્વ રાજનીતિ અને સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે THAAD જેવા અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમનો આટલો મોટો ઉપયોગ અમેરિકાની સૈન્ય વ્યૂહરચના અને ભવિષ્યની સુરક્ષા તૈયારી માટે મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો : નેશનલ હાઈવે પર કેમેરા લગાવી પાકિસ્તાનમાં ફુટેજ મોકલતો, પઠાણકોટમાં જાસૂસની ધરપકડ












