ટ્રેન્ડિંગનેશનલ

UP ના રાજકારણમાં ગરમમાવો! ચંદ્રશેખર આઝાદના વધતા પ્રભાવ પર બ્રેક લગાવશે માયાવતીની રેલી? 

Uttar Pradesh Assembly Elections 2027:  ઉત્તર પ્રદેશની રાજકારણમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) હાલમાં તેના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એક પછી એક ચૂંટણીમાં પરાજય અને ઘટતા જનાધાર વચ્ચે રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. માયાવતી માટે આ ચૂંટણી પોતાના અને બસપાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવાની મોટી લડાઈ છે. આ સ્થિતિમાં, બસપામાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે માયાવતી આગામી 6 ડિસેમ્બરે એક વિશાળ રેલી દ્વારા પોતાના ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

6 ડિસેમ્બરનું રાજકીય મહત્વ અને મહાપરિનિર્વાણ દિવસ

બહુજન રાજનીતિના ઇતિહાસમાં 6 ડિસેમ્બરનો દિવસ હંમેશા ખાસ રહ્યો છે. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના અવસરે લખનૌના આંબેડકર સ્મારક સ્થળ પર યોજાનારું માયાવતીનું આ આયોજન માત્ર એક શ્રદ્ધાંજલિ સભા નથી, પરંતુ બદલાતી બહુજન રાજનીતિનું એક શક્તિ-પ્રદર્શન છે.

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના સંસ્થાપક અને નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદ (‘રાવણ’)ના વધતા પ્રભાવ અને દલિત યુવાનો પર તેમની પકડને સીધી રીતે કાઉન્ટર કરવાનો છે.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં દલિત વોટબેંકની લડાઈ

યુપીમાં તમામ રાજકીય પક્ષોની નજર તે 22% દલિત વોટબેંક પર છે, જેના દમ પર માયાવતી ચાર વખત મુખ્યમંત્રી બન્યા હતા. હાલમાં સપા, કોંગ્રેસ, ભાજપ અને આસપા જેવા તમામ દલિત સમીકરણોને સાધવામાં લાગેલા છે, જેના કારણે બસપા સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ આમળા ક્યારે ખાવા જોઈએ? જાણો તેને ખાવાની યોગ્ય રીત અને તેના ફાયદા

  • ઘટતો વોટ શેર: તાજેતરના વર્ષોમાં બસપાનો વોટ શેર સતત ઘટ્યો છે અને ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.

  • જાટવ અને બિન-જાટવ વોટબેંક: ચંદ્રાશેખર આઝાદના આગમનથી જાટવ સમાજ પર માયાવતીની એકાધિકાર પકડ નબળી પડી છે, જ્યારે બિન-જાટવ દલિત વોટબેંક પહેલેથી જ પાર્ટીથી છૂટી ચૂકી છે.

  • મુસ્લિમ સમીકરણ: વિપક્ષો દ્વારા બસપાને ભાજપની ‘બી-ટીમ’ કહેવાને કારણે મુસ્લિમ સમુદાય પણ માયાવતીથી અંતર બનાવી ચૂક્યો છે.

ચંદ્રશેખર આઝાદના વધતા પ્રભાવ સામે પડકાર

જ્યાં એક તરફ માયાવતી અને બસપા શાંત અને પરંપરાગત પદ્ધતિથી કામ કરે છે, ત્યાં બીજી તરફ ચંદ્રશેખર આઝાદ આક્રમક શૈલી, જમીની વિરોધ પ્રદર્શનો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે.

26 નવેમ્બરના રોજ ચંદ્રશેખર આઝાદે પણ લખનૌમાં ‘બહુજન સ્વરાજ સંકલ્પ મહારેલી’નું આયોજન કર્યું હતું. તેમના આ આક્રમક અભિયાનનો જવાબ આપવા માટે જ માયાવતીએ 6 ડિસેમ્બરની આ મોટી રણનીતિ તૈયાર કરી છે.

આકાશ આનંદ પર મોટી જવાબદારી

આ પડકારને પહોંચી વળવા માટે માયાવતીએ પોતાના ભત્રીજા અને બસપાના રાષ્ટ્રીય સમન્વયક આકાશ આનંદને આગળ કર્યા છે, જેઓ 6 ડિસેમ્બરની રેલીમાં માયાવતી સાથે મંચ પર ઉપસ્થિત રહેશે. આ રેલી આકાશ આનંદ અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલની સંગઠનાત્મક ક્ષમતા માટે એક મોટો અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે.

2027ની ચૂંટણી અને ‘સર્વજન’ ફોર્મ્યુલા

માયાવતી આ વિશાળ રેલીના માધ્યમથી માત્ર દલિતો જ નહીં, પરંતુ ‘સર્વજન’ (બ્રાહ્મણ, મુસ્લિમ અને અન્ય પછાત વર્ગ)ને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. બસપા અત્યાર સુધી 100થી વધુ વિધાનસભા પ્રભારીઓના નામ નક્કી કરી ચૂકી છે. 6 ડિસેમ્બરનો મંચ માયાવતીની નવી રણનીતિ અને 2007ના ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ફોર્મ્યુલાની નવી ધાર રજૂ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચોઃ ભાઈબીજ પર ભાઈને નારિયેળ આપવાની પરંપરા! જાણો તેના પાછળની માન્યતા

Back to top button