ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરામાં નશામાં ધૂત બે યુવકોએ ધમાલ મચાવી, જાહેર રોડ પર અપશબ્દો બોલી બાખડ્યા

Vadodara Crime News: વડોદરા શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. શહેરના વારસિયા વિસ્તારમાં બે યુવકોનો જાહેર રોડ ઉપર જ નશામાં ધૂત થઈને મારામારી કરતો વીડિયો વાઇરલ થયો છે.

વારસિયાના ટેઉરામ આશ્રમ નજીક બે શખસો જાહેરમાં ગાળાગાળી કરી મારામારી કરતા નજરે પડ્યા હતા. તેઓને ઝઘડતા જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. વાહનચાલકો પણ ત્યાં રોકાઈ ગયા હતા અને બંનેને છુટા પાડી ત્યાંથી ભગાડ્યા હતા. આ નશાખોરોના કારણે માર્ગ પરથી પસાર થતી મહિલાઓ અને બાળકોમાં ગભરાટ ફેલાયો હતો. આશ્રમ જેવા પવિત્ર સ્થળની નજીક જ બંને શખસો નશામાં ધૂત જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં નશાખોરો દ્વારા કરાતા અકસ્માતોના પણ અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેર પોલીસના નાકની નીચે આ પ્રકારે નશાખોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલે છે.

આ પણ વાંચો: નેતન્યાહૂ ભારત સહિત છ દેશોનું ગઠબંધન બનાવશે. જાણો શું છે તેનો હેતુ ?

Back to top button