આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જો રશિયા યુક્રેન સાથે યુદ્ધવિરામ નહીં કરે તો ટ્રમ્પે રશિયાને આપી આ ધમકી

વોશિંગ્ટન, 31 માર્ચ, 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં જારી યુદ્ધ સામે રશિયાને ખુલ્લી ધમકી આપી છે. ગઇકાલે તેમણે જણાવ્યું હતુ કે જો રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના તેના પ્રયાસોમાં અંતરાય ઊભો કરી રહ્યુ છે તો તે રશિયન ઓઇલ પર 25 ટકાથી 50 ટકા સુધીની સેકંડરી ટેરિફ લગાવી દેશે. જો યુદ્ધ વિરામ નહી થાય તો એક મહિનાની આ કરને તે લાગુ કરી શકે છે. ટ્રમ્પે કહ્યુ કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલ્દીમીર પુટિને જેલેન્સ્કીના નેતૃત્ત્વની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા ત્યારે તેમને ખરાબ લાગ્યુ હતુ. ટ્રમ્પ આ વિશે ચાલુ સપ્તાહે પુટિન સાથે વાત કરે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનું વચન આપ્યુ હતું. આ સાથે ટ્રમ્પે યુક્રેનમાં નવી ચૂંટણીની પણ માંગ કરી છે. તેમણે કહ્યુ કે જો રશિયા અને યુક્રેનમાં ખૂનખરાબો રોકવા માટે કોઇ સમજૂતિ થતી નથી તો તે મોસ્કોની ભૂલ છે અને રશિયાથી આવનારા તમામ ઓઇલ અને સેકંડરી ટેરિફ લગાવીશું. જો કોઇ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તો તે અમેરિકા સાથે વેપાર કરી શકશે નહી. તમામ પ્રકારના ઓઇલ પર 25 ટકાથી 50 ટકા સુધીનો કર લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યુ કે પુટિન જાણે છે તે તેમનાથી નારાજ છે. પરંતુ તેમની સાથે મારો સારો સંબંધ છે.

યુક્રેન નવેસરથી હુમલાનો આરોપ

ડોનાલ્ડ ટ્રમ્પનું આવુ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે યુક્રેનની સરકાર અને સૈન્ય વિશ્લેષકોએ રશિયા મુદ્દે ગંભીર ચેતવણીની શંકા દર્શાવી છે. તેમનું કહેવુ છે કે રશિયાની સેના યુક્રેન પર દબાણ વધારવા અને યુદ્ધ વિરામ વાટાઘાટમાં પોતાની દેશની સ્થિતિને મજબૂત કરવા માટે નવેસરથી સેન્યની કાર્યવાહીની તૈયારીમાં છે.

યુકેનના અધિકારીઓએ જણાવ્યું હતુ કે આ પગલાંથી રશિયન રાષ્ટ્રપતિ પુટિનને લડાઇ રોકવા માટે અને વધુ જમીનની માંગ કરવાની દિશામાં ચર્ચામાં વિલંબ કરવાનું કારણ મળી શકે છે. તેથી રશિયા યુદ્ધ વિરામની વાતને વારંવાર પાછી ઠેલી રહ્યુ છે. વિશ્લેષકો અને કમાંડરોના અનુસાર રશિયા 1000 કિલોમીટરના અગ્રિમ મોર્ચે ચારેબાજુથી હૂમલાની યોજના બનાવી રહ્યુ છે. જેલેન્સ્કીએ ગુપ્ત રિપોર્ટને ટાંકતા કહ્યુ કે રશિયા પૂર્વોત્તર સુમી, ખાર્વિવ અને જાપારીજીજીયા ક્ષેત્રોમાં નવું આક્રમણ કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ પત્નીની વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે હાઈકોર્ટમાં પહોંચ્યો પતિ, કોર્ટે આપ્યો આવો જવાબ

Back to top button