સમરમાં વિદેશ પ્રવાસની ઈચ્છા છે? આ દેશમાં આવશે રાજા-મહારાજા વાળી ફિલિંગ, બિન્દાસ્ત ખર્ચો રુપિયા

Travel News: જો તમે વિદેશ પ્રવાસ કરવા માંગતા હો તો તમે કોઈ અવનવી જગ્યાઓ, મસ્ત મજાના દેશ ટ્રાય કરી શકો છો. આ દેશનો પ્રવાસ તમારું બજેટ પણ બહુ નહિ વધારે અને તમને મજા પણ આપશે, તમારે ફરવાનો રિયલ અનુભવ જોઈતો હોય તો તમે ખરેખર અહીં ટ્રાવેલિંગનો આનંદ માણી શકો છો. ઘણા દેશો એવા છે જેમનું ચલણ રૂપિયા કરતા સસ્તું છે અને ઓછા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ તમને ત્યાં ઘણી સુવિધાઓ મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દેશો ભારતીય પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે અને દર વર્ષે ઘણા ભારતીયો અહીંની મુલાકાત લે છે. જો તમે પણ વિદેશ પ્રવાસ કરવા માંગતા હો, તો ભારતીય રૂપિયામાં રાજા બનીને ત્યાં પ્રવાસનું આયોજન કરો.
વિયેતનામ
ભારતીયો માટે વિયેતનામનો પ્રવાસ યોગ્ય છે. ઘણા લોકો આ દેશમાં મુસાફરી કરવાનું આયોજન કરે છે, ખાસ કરીને ઉનાળાની રજાઓ દરમિયાન. દેશનું ચલણ ભારતીય રૂપિયા કરતા ઘણું ઓછું છે. વિયેતનામી ડાંગમાં એક હજાર રૂપિયાની કિંમત 2,84,096 છે. તેથી તમારી સફર ભારતીય રૂપિયામાં તમારા બજેટમાં હશે.

ઇન્ડોનેશિયા
ભારતીયોમાં ઇન્ડોનેશિયાની ટ્રિપ પણ ખૂબ જ લોકપ્રિય છે. ત્યાંની યાત્રાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 50,000 થી 70,000 રૂપિયા સુધી હોઈ શકે છે, જેમાં બાલી, કમોડો આઇલેન્ડ અને જકાર્તાનો સમાવેશ થાય છે. એક હજાર ભારતીય રૂપિયા ઇન્ડોનેશિયન ચલણમાં આશરે 1,83,411 રૂપિયા બરાબર છે.
આઇસલેન્ડ
આ સ્થળ ભારતીય પ્રવાસીઓ માટે પણ બજેટમાં છે. અહીંની ક્રોના કરન્સી ભારતીય રૂપિયા કરતાં સસ્તી છે, જે તમારી સફરને આનંદદાયક બનાવે છે.
પેરાગ્વે
આ દક્ષિણ અમેરિકન દેશમાં મુસાફરી કરવી બજેટ-ફ્રેન્ડલી હોઈ શકે છે. તેનું ચલણ ભારત કરતા સસ્તું છે. એક ભારતીય રૂપિયો લગભગ 70 પેરાગ્વેયન ગુઆરાની બરાબર છે. રહેવા, ખાવા અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઓછો છે. જોકે આ દેશ ભારતથી ઘણો દૂર હોવાથી ફ્લાઇટ ખર્ચ વધારે છે.

શ્રીલંકા
પડોશી દેશ શ્રીલંકાની યાત્રા પણ એક યાદગાર વિદેશ યાત્રા બની શકે છે. આ દેશમાં તમે સરળતાથી વૈભવી યાત્રા પર તમારા પૈસા ખર્ચી શકો છો. શ્રીલંકન રૂપિયો ભારતીય રૂપિયા કરતાં ચાર ગણો ઓછો મૂલ્યવાન છે.
કંબોડિયા
કંબોડિયા પણ એક બજેટ કન્ટ્રી છે, જ્યાં એક ભારતીય રૂપિયાની કિંમત 48 કંબોડિયન રિયાલ છે. આ દેશની સફર 50,000 થી 75,000 રૂપિયામાં સરળતાથી પૂર્ણ કરી શકાય છે.
તો જો તમે વિદેશ પ્રવાસનું સ્વપ્ન જોતા હોવ તો તમે આ બજેટ દેશોમાં જવાનું આયોજન કરી શકો છો.
ફોરેન ટ્રિપની ખાસ ટિપ્સ
કોઈ ચોક્કસ દેશની યાત્રાનું આયોજન કરતી વખતે કરન્સી પ્રાઈઝ ચેક કરવામાં આવે છે, પરંતુ સૌથી મોટો ખર્ચ ફ્લાઇટ્સનો હોય છે, જે ઘણીવાર રહેવા અને ભોજન કરતાં વધુ હોય છે. તેથી યાત્રાનું આયોજન કરતી વખતે, વધુ પડતો ખર્ચ ટાળવા માટે ઓછામાં ઓછા 2-3 મહિના અગાઉથી તમારી ટિકિટ બુક કરાવો.
આ પણ વાંચોઃ ભારતમાં સોલો ટ્રાવેલનું ચલણ વધ્યું, નવી જનરેશનની નાણાકીય સ્વતંત્રતા જવાબદાર?












