ટ્રેન્ડિંગયુટિલીટી

TRAI ની કડકાઈ! Jio-Airtel-Vi એ લાવવો પડશે ડેટા વગરનો રિચાર્જ, 28 નહીં મળશે પૂરા 30 દિવસની વેલિડિટી

TRAI new recharge rules 2026 :  મોબાઈલ રિચાર્જ કરાવતી વખતે આજકાલ સૌથી મોટી મુશ્કેલી એ પડે છે કે ડેટા વગરનો પ્લાન મળતો નથી. આ સિવાય મહિનાની વેલિડિટીના નામે કંપનીઓ માત્ર 28 દિવસ આપે છે. હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ કડક વલણ અપનાવતા ટેલિકોમ કંપનીઓને ડેટા વગરના પ્લાન લાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી આગામી સમયમાં સસ્તા પ્લાન જોવા મળી શકે છે અને પૂરા મહિનાની વેલિડિટી પણ મળી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જો તમે મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા અથવા ખૂબ જ ઓછો ડેટા વાપરો છો, તો આ તમારા માટે રાહતના સમાચાર છે. TRAI એ નવા નિયમો જાહેર કર્યા છે, જેના પછી Jio, Airtel, Vi અને અન્ય ટેલિકોમ ઓપરેટરોએ માત્ર કોલિંગ અને SMS વાળા વધુ વિકલ્પો આપવા પડશે. આ પ્લાનની કિંમત ડેટા વાળા પ્લાન કરતા ઓછી રાખવી પડશે.

21 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર થયો નવો નિયમ

TRAI એ ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન 2026’ ને 21 સપ્ટેમ્બર 2026 ના રોજ જાહેર કર્યો છે. જોકે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ નહીં થાય. ઓફિશિયલ નિયમ મુજબ ગઝેટ (Official Gazette) માં પબ્લિશ થયાના 30 દિવસ પછી આ નિયમ અમલમાં આવશે.

હવે મળશે ફક્ત કોલ અને SMS વાળો સસ્તો રિચાર્જ

નવા નિયમની સૌથી મોટી અસર એ થશે કે જો કોઈ ટેલિકોમ કંપની ચોક્કસ સમયગાળા માટે Voice, SMS અને Data ત્રણેય ધરાવતો પ્લાન વેચે છે, તો તેણે તે જ સમયગાળા માટે માત્ર Voice અને SMS વાળો પ્લાન પણ આપવો પડશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ કંપની પાસે 28 દિવસનો કોલિંગ + SMS + ડેટા વાળો પ્લાન છે, તો તેણે તે જ 28 દિવસ માટે ડેટા વગરનો ઓપ્શન પણ આપવો પડશે. TRAI એ સ્પષ્ટ કર્યું છે કે વૉઇસ અને SMS-ઓન્લી પ્લાનમાં ડેટા હટાવવાના હિસાબે વ્યાજબી કિંમત ઘટાડવી પડશે. જોકે TRAI એ કોઈ ચોક્કસ કિંમત નક્કી નથી કરી, પણ ડેટા વગર પ્લાનની કિંમતમાં ઘટાડો કરવો ફરજિયાત રહેશે.

આ પણ વાંચોઃ USCISની ચેતવણી : US વિઝા ઝડપી બનાવવાનો દાવો કરનારા કરી શકે છે છેતરપિંડી

અત્યાર સુધી શું સમસ્યા હતી?

ડિસેમ્બર 2024માં TRAI એ કંપનીઓ માટે ઓછામાં ઓછો એક Voice અને SMS-only પ્લાન આપવો જરૂરી કર્યો હતો. ત્યારબાદ કંપનીઓએ આવા પ્લાન લોન્ચ કર્યા, પરંતુ તેમની સંખ્યા ખૂબ જ મર્યાદિત હતી. મોટાભાગના ડેટા વગરના પ્લાન 84 દિવસ કે 365 દિવસ જેવી લાંબી વેલિડિટી વાળા હતા. નાના રિચાર્જ ઓપ્શન ઉપલબ્ધ નહોતા.

આ કારણે જે ગ્રાહકોને માત્ર ફોન કોલ કે SMS જોઈતા હતા, તેમણે કાં તો મોંઘો લાંબા ગાળાનો પ્લાન લેવો પડતો હતો અથવા નકામો ડેટા ધરાવતો પ્લાન ખરીદવો પડતો હતો. TRAI ના મતે આનાથી ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો, વડીલો, ઓછી આવક ધરાવતા લોકો અને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે વિકલ્પો સીમિત થઈ ગયા હતા.

28 દિવસના ચક્કરમાંથી મળશે રાહત

નવા નિયમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે TRAI એ કંપનીઓ માટે એવો Voice-SMS પ્લાન પણ જરૂરી કર્યો છે જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે. જો કોઈ મહિને તે તારીખ ન હોય, તો તે મહિનાની છેલ્લી તારીખે રિન્યૂ થશે. એટલે કે દર મહિને 15 તારીખે રિન્યૂ થતો પ્લાન આવતા મહિને પણ 15 તારીખે જ રિન્યૂ થશે. આનાથી 28 દિવસના રિચાર્જ સાયકલની સમસ્યા દૂર થશે.

સૌથી વધુ ફાયદો કોને થશે?

  • ફીચર ફોન યુઝર્સ: ઘરના વડીલો જે માત્ર સાદો ફોન વાપરે છે.

  • સેકન્ડરી સિમ વાપરનાર: જે લોકો બીજું સિમ કાર્ડ માત્ર કોલિંગ માટે એક્ટિવ રાખવા માંગે છે.

  • Wi-Fi યુઝર્સ: જેઓ ઘર કે ઓફિસમાં ઈન્ટરનેટ માટે Wi-Fi પર નિર્ભર છે અને મોબાઈલ ડેટાની જરૂર નથી.

આ પણ વાંચોઃ UPI અંગે સરકારની મોટી યોજના : MDRથી બેંકોની કમાણી પર સમાપ્ત થશે સબસિડી

Back to top button