ટ્રેન્ડિંગનેશનલ

Video: જાપાની પર્યટક પાસેથી 1000 રૂપિયા લીધી લાંચ, વીડિયો વાઈરલ થતા ગુરૂગ્રામના ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

હરિયાણાઃ 2 સપ્ટેમ્બર, 2025: Gurugram Traffic Rule: ગુરુગ્રામમાં જાપાની પ્રવાસીઓ પાસેથી ટ્રાફિક પોલીસ લાંચ લેતી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ ત્રણ ટ્રાફિક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસકર્મીઓએ જાપાની પ્રવાસી પાસેથી એક હજાર રૂપિયા પડાવી લીધા હતા અને ચલણની રસીદ પણ આપી ન હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયા બાદ ટ્રાફિક પોલીસની ટીકા થયા બાદ, અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. ખાસ વાત એ છે કે, વીડિયોમાં હોમગાર્ડ પોતાનો મોબાઈલ નંબર આપતો જોવા મળે છે અને જો કોઈ તેને રોકે તો તેની સાથે વાત કરવાનું કહે છે.

હકીકતમાં, જાપાની ટૂરિસ્ટથી ગુરુગ્રામ ટ્રાફિક પોલીસેના કર્મચારીઓ પૈસા લે છે પરંતુ, ચલણની રસીદ નથી આપતા. એટલું જ નહીં, પ્રવાસી અને તેની મહિલા સાથી પાસેથી પૈસા લઈને, ગુરુગ્રામ ટ્રાફિક પોલીસના આ કર્મચારીઓએ તેમને માત્ર ગુરુગ્રામમાં જ નહીં પરંતુ સમગ્ર હરિયાણામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો પાસ આપ્યો છે. હોમગાર્ડે મહિલાને પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને એમ પણ કહ્યું કે જો કોઈ તેને રોકે છે, તો તે તેની સાથે વાત કરાવે. આ સિવાય એવું પણ કહ્યું કે આજે જ નહીં, ગમે ત્યારે જો કોઈ તેને માત્ર ગુરુગ્રામમાં જ નહીં પરંતુ આખાય હરિયાણામાં રોકશે, તો તે તેને ફરીથી ચલણ નહીં થવા દે.

વાઈરલ વીડિયોમાં શું છે?

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક મહિલા સ્કૂટી ચલાવી રહી છે અને તેની સાથે એક જાપાની નાગરિક બેઠો છે. સ્કૂટી ચલાવતી મહિલા ટ્રાફિક સિગ્નલ પરથી યુ-ટર્ન લે છે કે તરત જ ટ્રાફિક પોલીસ તેને રોકે છે. મહિલાનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને તેના સ્કૂટીના દસ્તાવેજો પણ તપાસવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે તેણે હેલ્મેટ પહેર્યું નથી. ત્યાર બાદ, કોન્સ્ટેબલ કહે છે કે, હેલ્મેટ ન પહેરવા બદલ તેને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાંભળીને, જાપાની નાગરિક આ પૈસા પોલીસકર્મીઓને આપે છે. જોકે, પૈસા લેતાની સાથે જ હોમગાર્ડ તેમને ત્યાંથી જવા માટે કહે છે અને રસીદ માંગ્યા પછી પણ તેમને રસીદ આપવામાં નથી આવતી.

રસીદ માંગી તો મોબાઇલ નંબર મળ્યો

રૂપિયા આપ્યા બાદ જ્યારે યુવતી પોલીસકર્મીઓ પાસે રસીદ માંગે છે, તો તેને રસીદ આપવામાં નથી આવતી. તેને કહેવામાં આવે છે કે, જો ભવિષ્યમાં કોઈ તેને પકડે છે, તો તેને ફક્ત એટલું જ કહેવાનું છે કે, તેનું ભૂતકાળમાં ચલણ કાપવામાં આવ્યું હતું. તેનો દાવો હતો કે તેઓ આખો દિવસ કોઈને તેનું ચલણ કરવા દેશે નહીં. રસીદ આપવા અંગે મહિલા અને પોલીસકર્મીઓ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને વારંવાર રસીદ માંગવામાં આવી, જેના પર હોમગાર્ડ તેને પોતાનો મોબાઇલ નંબર આપે છે અને કહે છે કે માત્ર ગુરુગ્રામમાં જ નહીં પરંતુ સમગ્ર હરિયાણામાં, જ્યારે પણ કોઈ પોલીસકર્મી તેને રોકે છે, ત્યારે તેને ફક્ત તેની સાથે ફોન પર વાત કરવા દો.

જાપાની પ્રવાસીઓની વાત ન સાંભળી

આ દરમિયાન, જાપાની નાગરિક અન્ય લોકોને નિયમ તોડવા બતાવે છે, પરંતુ કોઈ પણ પોલીસકર્મીએ જાપાની નાગરિકની વાત  કોઈ ધ્યાન આપ્યું નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં, ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરત જ એક્શનમાં આવ્યા અને તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર તૈનાત ZO ESI કરણ સિંહ, કોન્સ્ટેબલ શુભમ અને હોમગાર્ડ ભૂપેન્દ્રને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા. DCP ટ્રાફિકે તેમની સામે તપાસનો આદેશ પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ રાજીનામું નથી આપતા..! અમેરિકી પ્રમુખ લઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો US મીડિયામાં શું ચર્ચા થઈ રહી છે?

આ પણ વાંચોઃ PM મોદીના વાંધાજનક કાર્ટૂનના આરોપ પર કાર્ટૂનિસ્ટને રાહતઃ સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર

Back to top button